Charotar Sandesh
વર્લ્ડ

ભારતની સ્વદેશી વેક્સીન કોરોનાના ૬૧૭ વેરિએન્ટસ સામે અસરકારક : વ્હાઈટ હાઉસ

USA : કોરોનાની મહામારી વચ્ચે ભારતની સ્વદેશી વેક્સીન કોવેક્સીનને લઈને અમેરિકાના ટોચના વાયરોલોજિસ્ટ ડો.એન્થની ફોસીએ સારા ખબર આપ્યા છે.
ડો.ફોસીનુ કહેવુ છે કે, કોવેક્સીન કોરોના વાયરસના ૬૧૭ પ્રકારના વેરિયન્ટ પર અસરકારક છે.ડો.ફોસી વ્હાઈટ હાઉસના મેડિકલ એડવાઈઝર પણ છે.તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, અમે અલગ અલગ દેશના ડેટા પર અભ્યાસ કરી રહ્યા છે.તાજેતરમાં જ અમને ભારતમાં કોવેક્સીન લેનારા લોકોનો ડેટા મળ્યો હતો.જેના અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, આ રસી કોરોના વાયરસના ૬૧૭ વેરિએન્ટસ પર અસરકારક છે.ભારતમાં જે પ્રકારની મુશ્કેલીઓ આપણે જોઈ રહ્યા છે તેની સામે લડવા માટે રસીકરણ બહુ મોટો ભાગ ભજવી શકે છે.તે એન્ટીડોટની ભૂમિકા ભજવી શકે છે.
તેમણે કહ્યુ હતુ કે, કોવેક્સીન વાયરસ સામે શરીરની ઈમ્યુન સિસ્ટમને એન્ટી બોડી કેવી રીતે બનાવવા તે શીખવાડે છે.
વેક્સીનને ભારતની જ કંપની ભારત બાયોટેક દ્વારા નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મદદથી બનાવાઈ છે.જેને ૩ જાન્યુઆરીએ ભારત સરકારે ઉપયોગ માટે મંજૂરી આપી છે.

  • Naren Patel

Related posts

બાસ્કેટબોલ રમતા-રમતા લાદેનને ઠાર કરવાનો ઓબામાએ નિર્ણય લીધો હતો…

Charotar Sandesh

ભારતે યુએનમાં પરમાણુ હથિયારોના ઉપયોગને લઇને પોતાની નીતિ સ્પષ્ટ કરી…

Charotar Sandesh

નાસાએ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્ડરનો કાટમાળ શોધી કાઢ્યો…

Charotar Sandesh