Charotar Sandesh
ગુજરાત

ભાજપ અમારા કોર્પોરેટરોને લાલચ આપી તોડવાનો કરી રહ્યો છે પ્રયાસ : આપ

સુરતમાં જીત બાદ આદમી પાર્ટીએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ મૂક્યો…

સુરત : સુરતમાં ભવ્ય જીત સાથે વિપક્ષ બનેલી આમ આદમી પાર્ટીએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ મૂક્યો છે. આપ નેતા મનોજ સોરઠીયાએ તેમના કોર્પોરેટરોને તોડવાનું કામ કરવામાં આવી રહ્યુ હોવાનો આક્ષેપ કર્યો. સાથે આપ પાર્ટી કોઇ પણ સંજોગોમાં નહીં તૂટવા ઉપરાંત તેમણે પોલીસ પરમીશન નહીં મળે તોપણ અરવિંદ કેજરીવાલનો રોડ શો અને જાહેર સભા યોજવાનો દાવો કર્યો છે. સુરત મહાનગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાઇ હતી. મંગળવારે જાહેર થયેલા પરિણાોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પાર્ટી આપે અભૂતપૂર્વ દેખાવ કરી ૨૭ બેઠકો કબજે કરી લીધી. આમ આદમી પાર્ટીના આવા દેખાવની અપેક્ષા નહતી. પરંતુ તેણે ભવ્ય જીત જ નહીં વિધાનસભામાં વિપક્ષનો કોંગ્રેસના સ્થાન પર પણ ત્રાપ મારી લીધી.
આવી ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની જાહેર સભા અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે રાખવામાં આવેલી પત્રકાર પરિષદમાં આપના નેતા મનોજ સોરઠીયાએ ભારતીય જનતા પાર્ટી ગંભીર આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના ચુંટાયેલા કોર્પોરેટરો પૈકી કેટલાકનો ભાજપ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. અમારા ચૂંટાયેલા ૨૭ કોર્પોરેટરો પૈકી કેટલાકનો સંપર્ક કરી મળવા બોલાવી, લાલચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે આપના કોર્પોરેટરોએ ભાજપના નેતાઓને મળવા જવાનો ઇનકાર કરી દીધો છે.
મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ભાજપ ગમે તેટલી લાલચ આપે પરંતુ અમારા કોર્પોરેટર તૂટવાના નથી, પ્રજાએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તેના પર અમે ખરા ઊતરીશું. સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે અમે પોલીસ સાથે સંપર્કમાં છીએ. આપના પ્રમુખ અરવિંદ જેકરીવાલના રોડ શો અને જનસભા માટેની મંજૂરી મળી જવાની આશા છે અને જો નહીં મળે તો પણ રોડ શો અને સભા યોજવામાં આવશે.

Related posts

ગુજરાતભરમાં વરસાદની આગાહીને પગલે NDRF એલર્ટ મોડ પર, 13 ટીમો તૈનાત કરાઈ…

Charotar Sandesh

રાજ્યમાં ૧૧થી ૧૩ જૂન દરમ્યાન ચોમાસાના આગામનની હવામાન ખાતાની આગાહી…

Charotar Sandesh

સને ૨૦૨૨થી વચગાળા જામીન પરથી ફરાર કાચા કેદીને દબોચી લેતી એલસીબી ઝોન-૧

Charotar Sandesh