Charotar Sandesh
વર્લ્ડ

બ્રિટનમાં ૨૪૪૮ કરોડ રૂપિયાનું રોકાણ કરશે સીરમ ઈન્સ્ટીટ્યુટ…

લંડન : કોરોનાની વેક્સિન બનાવી રહેલી વિશ્વની સૌથી મોટી કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા એ બ્રિટનમાં ૨૪૪૮ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય લીધી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે આ અંગેની જાહેરાત કરી છે. જોનસનની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે એ ખુશીની વાત છે કે સીરમ ઈન્સ્ટીટ્યુટે બ્રિટનમાં ૨૪૦ મિલિયન પાઉન્ડ(લગભગ ૨૪૪૮ કરોડ રૂપિયા)નું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બ્રિટનમાં સેલ્સ ઓફિસ, ક્લિનીકલ ટ્રાયલ, રિસર્ચ અને ડેવલોપમેન્ટની સાથે શકય વેક્સિન બનાવવામાં આવશે.
પીએમ બોરિસ જોનસનના અધિકારી તરફથી આપવામાં આવેલી માહિતા મુજબ બ્રિટન અને ભારત મળીને વેક્સિન ક્ષેત્રમાં કામ કરશે. લગભગ ૧ બિલિયન ડોલરનો ટ્રેડ અને રોકાણ આ અંતર્ગત કરવામાં આવશે. તેનાથી લગભગ ૬૫૦૦ નોકરીઓ સર્જાશે. તેના માટે મંગળવારે વડાપ્રધાન જોનસન અને નરેન્દ્ર મોદી વરચ્યુઅલ વાતચીત પણ કરશે. તે પછી જ તેની જાહેરાત થશે.
સીરમ ઈન્સ્ટીટ્યુટે બ્રિટનમાં નાકમાંથી આપવામાં આવતી નેજલ વેક્સિનના ફેઝ-૧ નું ટ્રાયલ પણ શરૂ કરી દીધું છે. જો બધુ યોગ્ય રહ્યું તો નેજલ વેક્સિનનો એક જ ડોઝ દરેક પર અસર કરશે. ભારત બાયોટેકે પણ નેજલ વેક્સિનનું ટ્રાયલ ભારતમાં શરૂ કરી દીધુ છે.

Related posts

યુવકે વડાપ્રધાન મોદીને વોટ આપવા ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી..!!

Charotar Sandesh

અમેરિકાના સાઉથ ટેક્સાસમાં ફાયરિંગમાં ૨ પોલીસ અધિકારીઓના મોત…

Charotar Sandesh

ટ્રમ્પે H-1B વીઝા ઉપર વર્ષના અંત સુધી લગાવ્યો પ્રતિબંધઃ ભારતને લાગશે આંચકો…

Charotar Sandesh