Charotar Sandesh
આર્ટિકલ

બે દાયકા પહેલાં અત્યારની જેમ બાળકોને કોઈ ખોટા લાડ નહિ અને છતાંય બાળક ખુશ રહેતો…!

બે દાયકા પહેલાં અત્યારની જેમ બાળકોને કોઈ ખોટા લાડ નહિ. અને છતાંય બધા જ બાળક ખુશ રહેતો. કોઈના જીવનમાં કોઈ ટેન્શન નહિ. અને હા… ખાલી એ દિવસ થોડો ટેન્શનવાળો જાય… જ્યારે રીઝલ્ટ પર પપ્પાની સહી લેવાની હોય. અને રીઝલ્ટ ખરાબ હોય પણ પપ્પા લડે કે એકાદ લાફો ઝીંકી દે તો દસ મીનીટમાં ભૂલી જવાનું. એ મારા પપ્પા કે મમ્મી છે મારે પણ ખરા ? અને અત્યારે માતા-પિતાથી બાળકને ઉંચા અવાજે બોલાય પણ નહિ. બાળકનું ધાર્યું ન થાય તો એ ડીપ્રેશનમાં જતું રહે. શિક્ષક અને લઢી ના શકે. તો મારવાની વાત જ કયાં. અને જો એવું બન્યું હોય તો મા-બાપ જ શિક્ષકને કોર્ટના કાયદા બતાવી દે, દરેક બાળક ભીડ વચ્ચે એકલતા અનુભવે છે અને એટલી હદે કે બાળક ક્યારેક આત્મઘાતી પગલું ભરતા પણ વિચાર કરતું નથી.

અત્યારના દરેક માતા-પિતા મારી સાથે સહમત થશે કે આપણે એને પૂછીએ કે, બેટા, કયાં જાય છે ? અને જો પૂછાય, તો જવાબ આજ હોય કે બહાર જઉં છું અને છતાં મા-બાપથી કશું કહેવાય નહિ. બસ સમસમીને બેસી રહેવાનું.
ક્યાં લઈ જઈ રહ્યા છીએ આપણે આપણી આ નવી પેઢીને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ આપણને એક ઉંડા કૂવામાં ધકેલી રહ્યું છે… એનું ભાન છે ? પાણી માગે તો દૂધ હાજર કરી દેનારા માતા-પિતા સમજતા નથી કે એ પોતાના જ બાળકને પાંગળું બનાવી રહ્યા છે. થોડું પણ સ્ટ્રેસ ના આપવું. રાજકોટમાં સગ્ગી જનેતાને અગાસી પરથી ફેંકીને હત્યા કરનાર પ્રોફેસર પુત્ર ત્રણ માસ બાદ પાંજરે પુત્ર ત્રણ માસ બાદ પાંજરે પૂરાયાનો તાજેતરમાં બનાવ બનવા પામ્યો જે અખબારોનો કેન્દ્ર સ્થાને પ્રસિદ્ધ હતો. આ સમાચારને એક હત્યા માની ના અટકશો ? આ હજારો હત્યા બરાબર છે. આ બાબતને મને દુઃખી હૃદયે લખવા મજબૂર કર્યો છે કે ભારતમાં ૧૦૩૮ કરોડ બુઝુર્ગો છે.

આપણા દેશની મહાન સંસ્કૃતિના ગાન ભલે આપણે ગાઈએ પણ વડીલોની સાચવણી અને માન-સન્માનમાં આપણે બીજા કરતાં ઘણાં હલકાં છીએ. આજે પણ તમો જોતા હશો કે ૮૦ ટકા બુઢા મા-બાપને સગવડતા હોય, તોય ઘરવાળીના ડરે અલગ રખાય છે. ૯૦ ટકા પુત્રો કામેથી આવીને સાંજે બાળકોને ચુમી ઉઠે છે. તો અમુક તો ઘરવાળી વર્ષોથી વિખુટી પડી ગઈ હોય તેમ લબાડ વેડા કરી ભેટી પડે છે. પણ ઘરમાં બા-બાપુજીને કેમ છો, બા ? કહેતા નથી. ૭૦ ટકા મા-બાપો ઘરડા થાય ને કંઈ પણ બોલે… તો તમને ખબર ના પડે. એમ કહીને ચૂપ કરાય છે. ૯૦ ટકા ઘરડા માતા-પિતાને દિકરાઓ તેને પૈસા બાબતે પૂછતા નથી. ભીખની જેમ રૂા. માગવા પડે ? અલ્પ મા-બાપ આવી ભીખ માગતા નથી અને ઝુરી ઝુરી મોતને વ્હાલું કરવાનું ઈચ્છે છે ?

જેવું કરશો તેવું ભરશો.. એ મુજબ સર્વે પ્રમાણે જે લોકો મા-બાપને એકલા છોડી મુકે છે કે માન-સન્માન આપતા નથી તેઓના ઘડપણ વખતે તેનાથી બુરા હાલ થાય જ છે. આ કુદરતનો ક્રમ છે. અમુક કુુટુંબોમાં તો મા-બાપો કૂતરાની જેમ બિચારા જીવતા હોય છે. ખરેખર ! આવા કુટુંબોમાં સંસ્કાર, શિસ્તતા અને કેળવણીની ખોટ હોય છે. ૬૦ વર્ષ પતિ-પત્ની સાથે રહીને, જ્યારે એકદ સ્વર્ગે સિધાવે ત્યારે તેની જિંદગીમાં એકલતા વ્યાપી જાય. ઉંમરના લીધે શરીર સાથ ના દે, સંભળાય નહિ… ભાષાના શબ્દો, ટેક્‌નોલોજી રહેન-સહેન, ફેશન પળ-પળ બદલતી હોય ત્યારે બધા સાથે સંકલન અશક્ય બની જાય ત્યારે જીવવું એ જ બોજ બની જાય. માનવ જિંદગીનો સૌથી ભયાનક અને બિહામણો તબક્કો ત્યારે બની જાય કે પુત્ર હરામી પાકે. આવા સમયે પુત્ર-પુત્રવધુઓએ પોતાના બાળપણને યાદ કરવું જોઈએ. જન્મથી આપણને ખાતા-ચાલતા-બોલતા ને આ દુનિયાના આટાપાટા જેણે ખેત અને મહેનતથી શીખવ્યા હોય તેને જ્યારે જરૂર પડે ત્યારે આટલા બધા હલકટ વેડા ??? વિચારો માતા-પિતાને તરછોડીને આ દુનિયામાં કોઈ જ સુખી થયું નથી. કૂતરાના મોતે ના મરવું હોય, અને ઘડપણમાં સુખેથી જીવવું હોય તો મા-બાપની પોતાના ભુલકા જેટલી જ કાળજી લો. કેમ… છો બા ? કેમ છો. બાપુજી આટલા શબ્દો જ તેમને ઘડપણ ભૂલાવી પરમ સુખ આપશે. માતા-પિતા એ સૌથી મોટા ઈશ્વર છે. તેઓ જ જન્મદાતા છે. તેઓને ભરપૂર પ્રેમ કરો.અને પછી જુઓ… જીંદગીની મજા… ઈશ્વરનો અવિરત પ્રેમ તમારા પરિવાર ઉપર ભરપૂર ઉતરશે !

Related posts

સંગ્રામમાં શૂરવીરોની શહાદત અને શૌર્યને શોભાવવા ડ્રેગનને તેની જ ભાષામાં જવાબ આપવો જોઈએ…

Charotar Sandesh

મિત્રતા એટલે પ્રેમ-લાગણી-મસ્તી-મદદ અને હૂંફનું હરતું ફરતું જીવંત સ્મારક…

Charotar Sandesh

આજે વિશ્વ પર્યાવરણ દિન : પર્યાવરણના આધારસ્તંભ એવા વૃક્ષો સાથે વફાદાર સંબંધનો વાયદો કરીએ…

Charotar Sandesh