Charotar Sandesh
ઈન્ડિયા

બળતણના ઓછા ઉત્પાદનના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા : ધર્મેન્દ્ર પ્રધાન

ભાવ વધારામાં કોરોના મહામારીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે…

ન્યુ દિલ્હી : દેશના અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ લગભગ ૯૧ રૂપિયા (૯૦.૫૮) સુધી પહોંચી ગઈ. જ્યારે ડીઝલની કિંમતો પણ અનેક શહેરોમાં રેકોર્ડ સ્તરે ચાલી રહી છે. ગુજરાતમાં તો પેટ્રોલ-ડીઝલ વચ્ચે ગળાકાપ હરિફાઈ થઈ છે, જેથી અહીં બંનેની કિંમત વચ્ચે નજીવો અંતર છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઈને બે કારણો જણાવ્યા છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઈને પ્રથમ કારણ જણાવ્યું, બળતણનું ઓછું ઉત્પાદન. તેમને કહ્યું કે, આંતરાષ્ટ્રીય માર્કેટે બળતણનું ઉત્પાદન ઓછું કરી દીધું છે અને વધારે લાભ પ્રાપ્ત કરવા માટે વિનિર્માણ દેશ ઓછું બળતણનું ઉત્પાદન કરી રહ્યાં છે. તેનાથી ગ્રાહક દેશ ત્રસ્ત છે.
જ્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે બીજું કારણ કોરોના મહામારીની ભૂમિકા દર્શાવી છે. તેમને કહ્યું કે, અમે વિભિન્ન વિકાસ કાર્ય કરવાના છે. તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો ટેક્સ એકત્ર કરે છે. વિકાસ કાર્યો પર ખર્ચ કરવાથી વધારે રોજગાર ઉતપન્ન થશે. સરકારોએ પોતાના રોકણમાં વધારો કર્યો છે અને આ બજેટમાં ૩૪ ટકા વધારે પૂંજી વ્યય કરવામાં આવશે. તેમને કહ્યું કે, રાજ્ય સરકારોના ખર્ચમાં પણ વધારો થશે. આ કારણ છે કે, અમારે ટેક્સની જરૂરત છે, પરંતુ સંતુલન પણ આવશ્યક છે. તેમને કહ્યું કે, નાણામંત્રી કોઈ રસ્તો શોધી શકે છે.

Related posts

ટીઆરપીના ખેલમા ‘રિપબ્લિક ટીવી’ નહીં પણ ‘ઈન્ડિયા ટુડે’ ચેનલનું નામ…

Charotar Sandesh

કોરોના સંકટ : ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૮૩,૮૮૩ નવા પોઝિટિવ કેસ, મૃત્યુઆંક ૬૭ હજારથી વધુ…

Charotar Sandesh

કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૭ કેસ : તંત્ર દોડતું થયું

Charotar Sandesh