Charotar Sandesh
ઈન્ડિયા

પુત્રની કુલ આવકમાં તેના માતા-પિતા પણ હિસ્સેદાર છે : સુપ્રિમ કોર્ટ

ફક્ત પત્ની અથવા સંતાનો જ કમાણી પર હકક છે તેવું નથી, માતા-પિતાને સરખો ભાગ મળવો જોઈએ…

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે એક મહત્ત્વના ચુકાદામાં એમ ઠરાવ્યું છે કે પુત્રની આવકમાં એટલે કે પુત્રની ટોટલ કમાણી માં તેના માતા-પિતા પણ હિસ્સેદાર છે. પતિની આવક માં ફક્ત પત્ની કે તેમના સંતાનોનો જ હક છે તે માન્યતા ખોટી છે.
એક કેસ અંતર્ગત ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે પુત્રની ટોટલ આવક છે તેમાં માતા-પિતાને પૂરેપૂરો સરખો ભાગ મળવો જોઈએ અને આ જવાબદારીમાંથી પુત્ર ક્યારેય છટકી શકે નહીં.
ભરણપોષણ અંગેના એક કેસમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે દ્વારા આ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. એક કેસમાં વાદી મહિલાની અરજી પર સુનાવણી દરમિયાન પ્રતિવાદી પતિ પાસેથી અદાલતે આવક સંબંધી સોગંદનામું માગ્યું છે.
મહિલાએ અરજીમાં સુપ્રીમ કોર્ટ ને કહ્યું હતું કે પતિની માસિક આવક ૫૦ હજાર રૂપિયાથી વધુ છે પરંતુ પોતાને અને સંતાનોને ફક્ત રૂપિયા ૧૦,૦૦૦ ભરણપોષણના આપવામાં આવી રહ્યા છે. જ્યારે પતિ દ્વારા રજૂ થયેલ એફિડેવિટમાં એવો ઉલ્લેખ હતો કે મારી માસિક આવક ૩૭ હજાર રૂપિયા છે અને તેમાં પત્ની અને બે સંતાનો ના ઉછેર નો ખર્ચ તેમજ મારો પોતાનો ખર્ચ અને ઉપરાંત માતા-પિતા માટેનો ખર્ચ કરવાનો હોય છે.
આ સફળતાને પગલે અદાલતે સંબંધિત સુરક્ષા અધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને બધી વિગતો પૂરી પાડવાની સૂચના આપી આ માહિતી મળી ગયા બાદ સુપ્રીમ કોર્ટે પગાર ને છ ભાગમાં વહેંચવાની સૂચના આપી હતી અને એમ ઠરાવ્યું હતું કે પુત્રની સંપૂર્ણ આવકમાં માતા-પિતા બરાબરના હિસ્સેદાર છે અને એમને એમના ભાગની પૂરેપૂરી રકમ મળી જવી જોઇએ અને તેમાં કોઈ છટક બારી કે કોઈ બહાના ચાલી શકે એમ નથી.

Related posts

બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ ટીએમસીના ગુંડા જીવની ભીખ માંગશે : યોગી આદિત્યનાથ

Charotar Sandesh

દિલ્હીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે : એર ક્વૉલિટી ઇન્ડેક્સ ૪૦૦ને પાર…

Charotar Sandesh

ઈઝરાયેલ અને હમાસમાં રૉકેટ હુમલા યથાવત્‌ : ગાઝામાં ૬૫ અને ઈઝરાયેલમાં ૭ના મોત

Charotar Sandesh