Charotar Sandesh
બોલિવૂડ

નેહા કક્કરે ઉત્તરાખંડ પૂર પીડિત શ્રમિક પરિવારને ૩ લાખ આપવાની જાહેરાત કરી…

મુંબઈ : નેહા કક્કર ચમોલી (ઉત્તરાખંડ)માં આવેલા પૂરને કારણે ગુમ થયેલા મજૂરના પરિવારને ૩ લાખ રૂપિયાની મદદ કરશે. નેહા કક્કરે રિયાલિટી શો ’ઈન્ડિયન આઈડલ ૧૨’ના સેટ પર આ અંગેની જાહેરાત કરી હતી. શોના અપકમિંગ એપિસોડમાં ઉત્તરાખંડમાંથી આવનારા સ્પર્ધક પવનદીપ રાજને એક મજૂર લાપતા થયો હોવાની વાત કરી હતી. અપકમિંગ વીકેન્ડમાં કોમેડિયન ભારતી સિંહ તથા હર્ષ લિમ્બાચિયા સ્પેશિયલ એપિસોડ ’ઈન્ડિયા કી ફરમાઈશ’ને હોસ્ટ કરતાં જોવા મળશે. આ એપિસોડમાં સ્પર્ધકો ચાહકોની પસંદના ગીતો ગાશે.
પર્ફોર્મન્સ પહેલાં પવનદીપ પોતાના પિતા સુરેશ રાજને કમ્પોઝ કરવામાં આવેલું ગીત ’મલવા મેં કા કરું તલાશ’ ગાવાની ઈચ્છા પ્રગટ કરે છે. તે કહે છે કે ચમોલીમાં ગ્લેશિયર તૂટવાને કારણે પૂર આવ્યું હતું અને તેમાં ઘણાં મજૂરો લાપતા થયા છે. આ ગીતથી તે પરિવારને સાંત્વના આપવા માગે છે. શોમાં પવનદીપે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને અસરગ્રસ્ત પરિવારને મદદ કરવાની અપીલ કરી હતી.
પવનદીપના પર્ફોર્મન્સ પછી નેહા કક્કરે કહ્યું હતું, ’તમે કમાલના સિંગર છો. આ વાત બધાને ખબર છે, પરંતુ તમે સારા વ્યક્તિ પણ છો. તમે લાપતા મજૂરોના પરિવારને મદદ કરો છો અને બીજાને પણ મદદ માટે આગ્રહ કરો છો. હું પણ આ મિશનમાં સામેલ થવા માગું છું. હું લાપતા મજૂરોના પરિવારની મદદ માટે ૩ લાખ રૂપિયા આપવા માગીશ. હું તમામને મદદ કરવાની અપીલ કરું છું.

Related posts

ફિલ્મ હિટ જવાની ખાતરી હશે તો જ ફિલ્મમાં કામ કરીશ : નેહા કક્કર

Charotar Sandesh

‘ઇન્ડિયન આઇડલ ૧૧’નો ખિતાબ ભટિંડાનો સની હિન્દુસ્તાની જીત્યો…

Charotar Sandesh

રણવીર સિંહની ફિલ્મ ૮૩ની રિલિઝ ડેટ ટાળી દેવાઇ…

Charotar Sandesh