Charotar Sandesh
ગુજરાત

ધૈર્યરાજ માટે અમેરિકાથી આવ્યુ ૧૬ કરોડનું ઈંજેક્શન, ડોઝ અપાયા બાદ તબિયત સારી…

મુંબઇ : ગુજરાતના કરોડો લોકોની પ્રાર્થના અને આશીર્વાદથી આજે ધૈર્યરાજને જરૂરી દવા ZOLGENSMA ના ડોઝ આપી દેવામાં આવ્યા છે. હાલ ધૈર્યરાજ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ છે. હાલમાં ધૈર્યરાજની તબિયત એક દમ સારી છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ જન્મજાત SSM-1 તરીકે ઓળખાતી ગંભીર બિમારીથી પીડિત છે. આ બિમારી રંગસૂત્ર-૫ નાળીમાં ખામીને કારણે થાય છે અને આ બિમારીના ઇલાજ માટે ૧૬ કરોડ રૂપિયાની જરૂર હોય હાલમાં સમગ્ર દેશમાંથી ધૈર્યરાજ સિંહને આર્થિક મદદ માટે માતાપિતા દ્વારા અપીલ કરવામાં આવી હતી.જેના થકી અત્યાર સુધીમાં ઘણા લોકોએ મદદ કરી હતી.
મહીસાગર જિલ્લાનો રહેવાસી ધૈર્યરાજ એક ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે. જેને આર્થિક સહાય હોય તેના માતા-પિતાએ કરેલી અપીલ સુરત ના કિન્નર સમાજના ધ્યાનમાં આવતા સુરતના કિન્નર સમાજે પણ તેમને મદદ કરવાનું મન બનાવી લીધું હતું. આ અંગે કિન્નર સમાજના પાયલ કુવરબાએ જણાવ્યું હતું કે આ નાના બાળકને એક ઈન્જેક્શન ની જરૂર હોય આ ઇંજેક્શન ખૂબ જ મોંઘું આવે છે.
બાળકને જે બીમાંરી છે તે બીમારી માટે ૨૨ કરોડ રૂપિયાની જરૂર હોય સમગ્ર દેશ તેની મદદ કરી રહ્યો છે ત્યારે અમે કિન્નર સમાજે પણ ફાળો ભેગો કર્યો છે.અમે બધાએ ૬૫,૦૦૦ રૂપિયા ભેગા કર્યા છે. અમે આ ફાળો તેમના માતાપિતા સુધી પહોંચડીશું અને બાળક જલ્દી સાજો થાય તેવી પ્રાર્થના કરીશું.

Related posts

કચ્છમાં પાક. કમાન્ડો ઘુસવાની આશંકાએ રાજ્યનાં તમામ બંદરો પર એલર્ટ…

Charotar Sandesh

ગુજરાતના બેંક કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યાં : નાણાં વ્યવહાર ખોરવાયા

Charotar Sandesh

ગાંધીનગર મનપાનું આજે પરિણામ : લોકોમાં ઉત્સુકતા કોણ મારશે બાજી

Charotar Sandesh