Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા

દેશના ૭૧માં ગણતંત્ર દિવસની દેશભરમાં ઉજવણી : દિલ્હીના રાજપથ પર પરેડમાં જોવા મળી…

દેશની સંસ્કૃતિની ઝલક અનેકતામાં એકતા…

પરેડ દરિમયાન ઝાંખીઓમાં ભારતીય સંસ્કૃતિ અને સૈન્યની શક્તિ પ્રદર્શન : વડાપ્રધાને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જઇ શહીદોને શ્રદ્ધાંજલી આપી…

નવી દિલ્હી : દેશ આજે 71મો ગણતંત્ર ઉજવી રહ્યો છે. દિલ્હીના રાજપથ ભારતીય ગણતંત્રની 71મી વર્ષગાંઠના જશ્નની તૈયારીઓ પુરી થઇ ગઇ છે. રાજપથ પર ભારતીય ગણતંત્ર સૈન્ય તાકાત, સંસ્કૃતિની ઝલક મળી. દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ સમારોહની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડીયા ગેટ નજીક રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જઇને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ પહેલીવાર બન્યું હતું જ્યારે વડાપ્રધાન જવાન જ્યોતના બદલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ત્યારબાદ તે પરેડનું અવલોકન કર્યું હતું. પરંપરા અનુસાર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 21 તોપોની સલામી સાથે રાષ્ટ્રગાનની ધૂન વગાડવામાં આવ્યું હતું.

પરેડની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પરેડની સલામી લીધી હતી. આજના સમારોહ માટે બ્રાજીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો મુખ્ય અતિથિના રૂપમાં ભાગ લીધો હતો.  દિલ્હી ઉપરાંત તમામ રાજ્યોની રાજધાનીઓમાં પણ ગણતંત્ર દિવસ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દેશભરમાં વિભિન્ન સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Related posts

ભક્તો જંગલી કાંટા પર રોલ કરે છ

Charotar Sandesh

બેવફાઇના મુદ્દે ઝઘડો થતા પતિએ પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં રબરની ગ્રીપ નાંખી દીધી..!!

Charotar Sandesh

તેલ કા ખેલ : સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલમાં રૂ.૪નો વધારો…

Charotar Sandesh