Charotar Sandesh
વર્લ્ડ

દુનિયાના સૌથી લાંબા લોકડાઉનના બાદ બ્રિટન હવે અનલોક થયો…

લંડન : બ્રિટનમાં ૯૭ દિવસ બાદ ફરી એક વખત રોનક દેખાવા માંડી છે. કારણે દુનિયાના સૌથી લાંબા લોકડાઉન બાદ હવે દેશ અનલોક થવા માંડ્યો છે બ્રિટનના બજારો, રેસ્ટોરન્ટ, પાર્કમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ૯૭ દિવસ બાદ મળેલી આઝાદીની ખુશી લોકોના ચહેરા પર જોઈ શકાય છે.
બ્રિટન માટે સારી ખબર એ છે કે અહીંયા કોરોના કેસ બહુ ઓછા થઈ ગયા છે. દુનિયાના સૌથી લાંબા અને આકરા લોકડાઉન બાદ હવે દેશ અનલોક થવા માંડ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે પાંચ જાન્યુઆરીથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી અને જાત જાતના પ્રતિબંધો લગાવાયા હતા.
હવે મહિનાઓ બાદ સેંકડો જિમ, હેર સલૂન, રિટેલ સ્ટોર ખુલી ગયા છે. જ્યારે લોકડાઊન લાગાવાયુ ત્યારે બ્રિટનમાં કોરોનાનો કહેર હાહાકાર મચાવી રહ્યો હતો. રોજના ૫૦૦૦૦ કેસ સામે આવી રહ્યા હતા. જોકે કોરોનાથી હવે બ્રિટનને છુટકારો મળ્યો છે. ૨૧ જુનથી બ્રિટનમાં સંપૂર્ણપણે લોકડાઉન હટાવી લેવાશે.
બ્રિટનને એક તરફ લોકડાઉન અને બીજી તરફ વેક્સીનેશનનો પણ ફાયદો મળ્યો છે. જેના પગલે કોરોનાની રફતાર પર બ્રેક વાગી છે. હવે અહીંયા રોજના ૪૦૦૦ કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. બ્રિટનના ૪૮ ટકા લોકોને કોરોનાની રસી લાગી ચુકી છે.

Related posts

પીએનબી કૌભાંડ : આરોપી નીરવ મોદીના ચોથી વખત જામીન રદ…

Charotar Sandesh

ભારતના ભરપૂર વખાણ કર્યા : અમેરિકા કોંગ્રેસે ટિકટોક બેન કરવા ટ્રમ્પને પત્ર લખ્યો…

Charotar Sandesh

દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઘટી મોટી દુર્ઘટના, ટેક્સી-વે પર અથડાયા બે વિમાન

Charotar Sandesh