Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

દુનિયાના સૌથી ધનિક વ્યકિતનો તાજ જેફ બેજોસ પાસેથી છીનવાયો…

ન્યુ દિલ્હી : એલવીએમએચના માલિક બર્નાર્ડ આર્નાઉલ્ટ હવે વિશ્ર્‌વના સૌથી ધનિક વ્યકિત બન્યા : ટોચના ૧૫ અબજોપતિઓમાં ભારતના બે દિગ્ગજ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનો સમાવેશ…

વિશ્વના સૌથી આમિર વ્યકિતનો તાજ એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ પાસેથી છીનવાયો છે. વિશ્વની સૌથી મોટી ફેશન લકઝરી ગૂડઝ કંપની એલવીએમએચના માલિક બર્નાર્ડ આર્નાઉલ્ટ હવે વિશ્વના સૌથી ધનિક વ્યકિત બન્યા છે.
વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોનના સીઇઓ જેફ બેઝોસને પાછળ છોડી બર્નાર્ડ આર્નાઉલ્ટ વિશ્વના સૌથી ધનિક ઉધોગસાહસિક બન્યા છે. ફોબ્ર્‌સના મતે બર્નાર્ડ આર્નેાલ્ડની કુલ સંપત્તિ લગભગ ૧૩.૨૮ લાખ કરોડ પિયા ( ૧૮૬.૨ અબજ ડોલર) છે.બર્નાર્ડ ત્યારથી ચર્ચામાં જયારે એપ્રિલ ૨૦૨૧ માં તેમણે તેમના પરિવાર દ્રારા નિયંત્રિત ફ્રેન્ચ લેવલ બ્રાન્ડ કંપનીના શેર ૫૩.૮૦ કરોડ ડોલરમાં અધિગ્રહણ કર્યા હતા.

ફોબ્ર્‌સ અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં બર્નાર્ડ આર્નેાલ્ટની સંપત્તિમાં ૭૨ અબજ ડોલરનો વધારો થયો છે. આ સાથે જ તે જેફ બેઝોસને પાછળ પાડી વિશ્વના સૌથી ધનિક વ્યકિત બની ગયા છે. આ વર્ષે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યકિત જેફ બેઝોસની સંપત્તિ ૨ ટકાથી વધુ ઘટી છે.

વિશ્વના ત્રીજા સૌથી ધનિક ઉધોગપતિ અને ઇ-વેહિકલ ઉત્પાદક ટેસ્લાના સહ-સ્થાપક એલોન મસ્કની સંપત્તિમાં આ વર્ષે ૮.૦૯ અબજ ડોલર એટલે કે આશરે ૬૦,૦૦૦ કરોડનો ઘટાડો થયો છે. ૨૨ મે ૨૦૨૧ ના રોજ મસ્કની કુલ સંપત્તિ ૧૬૨ અબજ ડોલર હતી.

માઇક્રોસોટના બિલ ગેટસે આ વર્ષે સંપત્તિમાં ૭.૫૦ ટકાનો વધારો નોંધાવ્યો છે. આ ઉપરાંત ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં પણ લગભગ ૧૪ ટકાનો વધારો થયો છે. વિશ્વના સૌથી મોટા રોકાણકાર વોરન બફેટે સંપત્તિમાં લગભગ ૨૪ ટકાનો વધારો નોંધાવ્યો છે. આ સિવાય ગૂગલના સહ-સ્થાપક લેરી પેજની સંપત્તિમાં આ વર્ષે ૨૨.૮૦ અબજ ડોલરનો વધારો થયો છે.
ટોચના ૧૫ અબજોપતિઓમાં ભારતના બે દિગ્ગ્જ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનો સમાવેશ કરે છે. ૭૭ અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી ૧૩ મા ક્રમે છે યારે ગૌતમ અદાણી ૬૯ અબજ ડોલર સાથે ૧૪ મા ક્રમે છે. અત્યારે મુકેશ અંબાણી એશિયાના શ્રીમંતોની યાદીમાં સૌથી ઉપર છે અને બીજા સ્થાને ગૌતમ અદાણી છે. જોકે ગૌતમ અદાણીની સંપત્તિ જે ગતિથી વધી રહી છે તે જોતા મુકેશ અંબાણીને કયારેય પણ પાછળ પડી શકે છે.

Related posts

જમ્મુ કાશ્મીરના શોપિયાં એન્કાઉન્ટરમાં ૪ આતંકી ઠાર, ૧ જવાન ઈજાગ્રસ્ત…

Charotar Sandesh

આતંકનો સાથ આપનારા દેશોનો વિરોધ થવો જોઇએ : મોદી

Charotar Sandesh

સતત સાતમા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો : મ.પ્રદેશમાં પેટ્રોલ સદી ફટકારી…

Charotar Sandesh