Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ડેઈલી રીફંડની લાલચે ગુમાવેલા ૬૯ હજાર યુવકને પરત અપાવતી આણંદ સાયબર ક્રાઈમ પોલીસ…

  • ઓનલાઈન મળતી સસ્તી ઓફરો આપતી વેબસાઈટ કે સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર આવતી જાહેરાતો પર ભરોસો ન કરવા સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા અપીલ કરાઈ છે…
  • સોશ્યલ મીડિયા પર ડેઈલી ઈન્વેસ્ટમેન્ટ, ડેઈલી રીફંડની જાહેરાત જોયા બાદ તેમાં રોકાણ કરનારા જીટોડિયાના યુવકે રૂપિયા 69 હજાર ગુમાવ્યા હતા..

આણંદ : પોલિસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર અમદાવાદ વિભાગ તથા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજયાણ નાઓએ સાયબર ક્રાઈમના બનાવોમાં ભોગ બનનારોને તાત્કાલીક મદદરૂપ થવા આપેલ સુચના મુજબ ના.પો.અધિ. બી.ડી.જાડેજા આણંદ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ. એલ.ડી.ગમારા તથા પોસઈ યુ.બી.પટેલ તથા હે.કો. મુસ્તકીમમીયા તથા વુ.લો.ર. વિરલબેન નાઓ દ્વારા અરજદાર અરજદાર દિવ્યેશકુમાર રમેશભાઈ પટેલ, રહે. જીટોડીયા રોડ, આણંદ નાઓએ અજાણ્યા ટેલીગ્રામ ગૃપમાં ઈન્વેસ્ટમેન્ટ અને ડેઈલી રિફંડ નામની જાહેરાત જોઈ પોતાના રૂપિયાનું ટુકડે ટુકડે મળી કુલ ૬૯,૯૦૦ રૂપિયા રોકાણ કરેલ. પરંતુ પોતાની રકમનું રિફંડ ન મળતા પોતાની સાથે ઓનલાઈન છેતરપીંડી થયેલનું માલુમ પડતા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ઉપર ફરિયાદ કરેલ. જે ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે આવતા સાયબર ક્રાઈમની ટીમ દ્વારા અરજદારના બેન્ક સ્ટેટમેન્ટની ચકાસણી કરી તાત્કાલિક જરૂરી પત્ર વ્યવહાર કરી તા. ૨૪-૬-૨૦૨૧ના રોજ તેમની ગયેલ રકમ રૂ. ૬૯,૯૯૦ અરજદારને પરત કરાવવામાં આવેલ છે.

ઓનલાઈન મળતી સસ્તી ઓફરો આપતી વેબસાઈટ કે સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર આવતી જાહેરાતો પર ભરોસો કરવો નહીં. કોઈપણ વોલેટમાં કેશબેક, રીવર પોઈન્ટ લેવા માટે કોઈને પણ ઓટીપી આપવો નહીં, તેવી અપીલ સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા કરાઈ છે.

Related posts

આણંદ જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

આણંદ શહેરને વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનની ભેટ આપતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ

Charotar Sandesh

કરમસદ નગરપાલિકાની ઉંઘ ઉડી : કરમસદ-જોળ માર્ગનું ૧૦ દિવસમાં સમારકામ કરવા જિલ્લા કલેકટરે કડક સુચના આપી

Charotar Sandesh