Charotar Sandesh
ઈન્ડિયા

ડિઝલના ભાવ મુદ્દે ૨૬ ફેબ્રુઆરીએ ૧ કરોડ ટ્રકોના પૈડા થંભી જશે…

ધ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોટ્‌ર્સ કોંગ્રેસે સરકારને ૧૪ દિવસનું અલ્ટીમેટમ આપ્યું…

ન્યુ દિલ્હી : ડીઝલના ભડકે બળતા ભાવો, ઈ-વે બિલ સંબંધિત મુદ્દાઓ અને સ્ક્રેપિંગ પોલિસી વગેરે બાબતે ટ્રાન્સપોર્ટર્સની હડતાળ વચ્ચે હવે આ મામલો બે ભાગોમાં વહેંચાઈ રહેલો જણાઈ રહ્યો છે. એક તરફ ધ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટર્સ કોંગ્રેસએ પહેલા પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકારને ૧૪ દિવસનો સમય આપ્યો હતો અને દેશવ્યાપી હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી.
ત્યારે, વ્યાપારિક સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર અસોશિએશનએ તેનાથી અલગ ૨૬મી ફેબ્રુઆરીએ એક દિવસના ભારતબંધની જાહેરાત કરી છે. આ રીતે હવે બે હડતાળનું આયોજન થઈ રહ્યું છે જેમાં પહેલી હડતાળ ૨૬મી ફેબ્રુઆરીએ યોજાશે તે ચોક્કસ છે જ્યારે બીજી હડતાળ માંગણીઓ પૂર્ણ ન થાય તે સ્થિતિમાં થોડા દિવસો બાદ યોજાશે.
એઆઇએમટીસીએ પોતાની માંગણીઓ પૂર્ણ ન થવાની સ્થિતિમાં દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી પરંતુ તે ૨૬મી ફેબ્રુઆરીની દેશવ્યાપી હડતાળથી સ્પષ્ટપણે અલગ થઈ ગયું છે. એઆઇએમટીસીના મહાસચિવ નવીન કુમાર ગુપ્તાએ ઈ-વે બિલ મુદ્દે ૨૬મી ફેબ્રુઆરીની એક દિવસની હડતાળને માત્ર કેટલાક લોકોનો નિર્ણય ગણાવ્યો છે. સાથે જ તે દિવસે તેમના ૯૫ લાખ ટ્રક દેશભરમાં કામ ચાલુ રાખશે, સપ્લાય કરશે અને તમામ પરિવહન કંપનીઓના બુકિંગ કાર્યાલયો ખુલ્લા રહેશે તેમ જણાવ્યું હતું.
સીએઆઇટીના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે તેમની માંગણીઓને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર અસોશિએશનનું સમર્થન મળ્યું હોવાની માહિતી આપી હતી. દેશના ૧ કરોડ કરતા પણ વધારે ટ્રાન્સપોર્ટર્સ અને કુરિયર કંપનીઓ ટ્રાન્સપોર્ટના સદસ્ય છે અને ૨૬મી ફેબ્રુઆરીએ આટલા ટ્રકના પૈડાંઓને બ્રેક વાગી જશે.

Related posts

સતત બીજા દિવસે દેશમાં કોરોનાના ૯૦ હજારથી વધુ પોઝિટિવ કેસ, ૧૦૧૬ના મોત…

Charotar Sandesh

સિક્સર કિંગ યુવરાજસિંહની ક્રિકેટને ‘અલવિદા’…!!

Charotar Sandesh

ઉત્તપ્રદેશમાં ગુંડારાજ : લખીમપુરમાં ૧૩ વર્ષીના સગીરા પર ગેંગરેપ બાદ હત્યા…

Charotar Sandesh