Charotar Sandesh
બોલિવૂડ

જો તમે તમારા બાળકોને મોટા થતાં નથી જોતા તો એ એક મોટી ભૂલ છે : સૈફ અલી ખાન

મુંબઈ : બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન ચોથી વખત પિતા બનવા જઈ રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ સૈફ પૈટરનિટી લીવ પર છે કે જેથી તે તેના બાળકનું સ્વાગત કરી શકે અને તેની સાથે સમય પસાર કરી શકે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યૂમાં આ મુદ્દા પર વાત કરી હતી. સૈફ એમ પણ કહ્યું કે તેણે પોતાના પહેલા બાળકના જન્મ સમયે પણ રજા રાખી હતી. સૈફ અલી ખાને આ વિશે વાત કરતાં જણાવ્યું કે જ્યારે તમારા ઘરે એક નાનકડું મહેમાન આવવાનું હોય તો ભલા કોણ કામ કરવાનું પસંદ કરે,
જો તમે તમારા બાળકોને મોટા થતાં નથી જોતા તો એ એક મોટી ભૂલ છે. હું તો દર વખતે આવા સમયે મારા કામમાં રજા રાખી જ દઉ છું. ૯થી ૫ની રૂટિન ડ્યૂટીથી હટીને એક અલગ સમય હોય છે. હું એક એક્ટરની જેમ જ જીવું છું. પિતા બનીને હું ખુબ જ ખુશ છું. સૈફનું કહેવું છે કે હું એક અભિનેતા છું અને મને આવું બધું ગમે છે.
મને મારા પરિવાર સાથે સમય પસાર કરવો, ફરવું, વાઈન પીવું અને બાળકો સાથે રહેવું ગમે છે. કરીનાએ સૈફનો મેગેજીન કવર પર છપાયેલ ફોટો ઈન્સ્ટા પર શેર કરીને લખ્યું કે ધ કૂલેસ્ટ હસબન્ડ એવર. આ ફોટો પર ફેન્સની સાથે સાથે દિગ્ગજો પણ કોમેન્ટ કરી રહ્યા છે અને સૈફના વખાણ કરી રહ્યા છે. હાલમાં જ સૈફની તાંડવ ફિલ્મ આવી છે અને આ ફિલ્મને લઈને માર્કેટમાં હોબાળો પણ જોવા મળી રહ્યો છે.

Related posts

અભિનેતા રજનીકાંત ૧૦ દિવસ હિમાલયમાં વિતાવશે…

Charotar Sandesh

પ્રતિક ગાંધીની નવી ફિલ્મ ‘ભવાઇ’ આ તારીખે રિલીઝ થશે

Charotar Sandesh

‘ભારત’નું ‘સ્લો મોશન’ સોંગ રીલિઝ, બધું ધ્યાન ખેંચી ગયા દિશા પાટનીના એબ્સ

Charotar Sandesh