Charotar Sandesh
ગુજરાત

છ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ૧૭૮ સાથે કુલ ૧૩૪૦ ઉમેદવારોની ડિપોઝિટ થઇ ડુલ…

ગાંધીનગર : રાજયમાં છ મહાનગર પાલિકાના મંગળવારે જાહેર થયેલા આખરી ચૂંટણી પરિણામોનાં આંકડાના તારણમાં સામે આવ્યું છે કે કોંગ્રેસના ૧૭૮ સહિત ૧૩૪૦થી વધુ ઉમેદવારોને પ્રચારનો ખર્ચો તો માથે પડયો જ છે પણ હવે તેમને ડિપોઝિટમાં ભરેલા રૂપિયા ત્રણ – ત્રણ હજાર પણ પાછા મળે તેમ નથી! વિવિધ રાજકીય પક્ષોને મળેલાં મતનાં આંકડા મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઓછા મતદાન વચ્ચે પણ ભાજપના શહેરી મતદારોની સંખ્યામાં ૨.૮૦ ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે કોંગ્રેસના મતદારોમાં આમ આદમી પાર્ટીએ ભાગ પડાવ્યો હોય તેવુ ચિત્ર વિશ્લેષણમાં સ્પષ્ટ થાય છે. આ ચૂંટણીમાં કુલ ૨૨૭૬ ઉમેદવારોએ ઝંપલાવ્યુ હતુ, જેમાંથી ૫૭૬નો વિજય થયો છે. સુરતમાં સૌરાષ્ટ્રીયન પાટીદાર પ્રભૂત્વ ધરાવતા વિસ્તારોમાંથી ૨૭ ઉમેદવારો જિત્યા બાદ આમ આદમી પાર્ટી- આપએ યોજનારી પાલિકા- પંચાયતોની ચૂંટણી માટે જોર જમાવ્યુ છે.
જિલ્લા પંચાયતની ૩૦૪ બેઠકો અને તાલુકા પંચાયતો ૧૦૬૭ બેઠકો ઉપર આપના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી મોટાભાગની બેઠકો સૌરાષ્ટ્ર ગ્રામિણ વિસ્તારોમાં છે. તદ્‌ઉપરાંત નગરપાલિકાઓની ૭૨૬ બેઠકો ઉપર પણ ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે અમદાવાદમાં ૭ બેઠકો ઉપર વિજય હાંસલ કરનાર એઆઈએમઆઈએમએ મોડાસા અને ગોધરા નગરપાલિકા ઉપરાંત ભરૂચ જિલ્લામાં પણ પાલિકા- પંચાયતોમાં ઉમેદવારો ઉતાર્યા છે. શહેરી મતદારોમાં આ બેઉ પાર્ટીઓની એન્ટ્રી થતા ગ્રામિણ- અર્ધશહેરી ક્ષેત્રોમાં કોંગ્રેસના ઉમદેવારો દોડતા થઈ ગયા છે. અસાદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમિન- એઆઈએમઆઈએમને અમદાવાદ કોર્પોરેશનમાં માત્ર ૧.૫ ટકા મતદારોથી જ ૭ બેઠકો પર જીત મળી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લધુમતી, અનુસૂચિત જાતિ અને આદિવાસી વિસ્તારોમાંથી પ્રવેશ મેળવનાર આ પાર્ટીને કારણે કોંગ્રેસના કુલ છ ધારાસભ્યોના જીવ અધ્ધર થયા છે, ડિસેમ્બર ૨૦૨૨ની ચૂંટણી માટે નવેસરથી ગણિત ગોઠવવાનો વારો આવ્યો છે. અમદાવાદ શહેરમાં લધુમતી ધારાસભ્યો ધરાવતા જમાલપુર- ખાડિયા અને દરિયાપુર મતક્ષેત્ર ઉપરાંત જીઝ્ર રિઝર્વ દાણીલીમડામાં પણ ચિત્ર પલટાઈ શકે છે. તદ્‌ઉપરાંત સૌરાષ્ટ્રના વાંકનેરમાં ૧૫ વર્ષ પછી ચિત્ર બદલાશે એ નક્કી છે. જ્યારે કોંગ્રેસના હાથમાં રહેલી ઉત્તર ગુજરાતના જીઝ્ર રિઝર્વ વડગામ તેમજ સિદ્ધપુર મતક્ષેત્રમાં એઆઈએમઆઈએમના પ્રવેશથી કોંગ્રેસને ધારણાંથી વિપરીત પરિણામો મળશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચુંટણીમાં અંદાજે ૪૫૦થી વધુ ઉમેદવારોએ ડીપીઝોટ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપના પણ ૧૬ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવી પડી છે.

Related posts

ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું, ૯ વર્ષમાં બીજીવાર તૂટ્યો રેકોર્ડ…

Charotar Sandesh

રાજ્ય સરકારની ભરતીની જાહેરાત ફારસ ન બને તો સારું : મનીષ દોશી

Charotar Sandesh

પક્ષપલટાની અને રૂપિયાની લાલચ આપવાની નીતિને જનતાએ બ્રેક લગાવી : અમિત ચાવડા

Charotar Sandesh