Charotar Sandesh
આર્ટિકલ

ચૂંટણીઓ જાહેર થવા સાથે કોરોના કેસો ઘટી જતા ડોક્ટરો પણ વિચારતા થઈ ગયા…..!

ગુજરાતમાં સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત થવા સાથે કોરોના કિસોમાં મોટો ઘટાડો થયો છે જેના કારણેડોક્ટરો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે…. કે રાજ્યમાંથી આટલી ઝડપે કોરોના ઘટવાનું કારણ શું…..? રાજ્યભરના મોટા ભાગના લોકો પણ એવું માની રહ્યા છે કે કોરોના ખતમ થઈ ગયો છે. એટલે હવે રાજ્યભરમાં મોઢા પર માસ્ક ધારણ કરનારાઓની સંખ્યા નહીંવત્‌ દેખાઈ રહી છે.બીજી તરફ સરકારી અર્ધ સરકારી તંત્રએ હવે માસ્ક ધારણ ન કરવા બદલ દંડ વસૂલ કરવાનું બંધ કરી દીધું છે. તો કોરોના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કોઈ જ પગલા લેવામા આવતા નથી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થતા જે તે પક્ષના કાર્યાલય ઉપર ઉમેદવારો ટેકેદારો સાથે ટોળાબંધ ઉમટી પડતા હતા જેમાં મોટાભાગના માસ્ક વગરનાજ જોવા મળતા હતા….તો ઉમેદવાર ફોર્મ ભરવા જતા ત્યારે ટોળાબંધ નીકળી પડ્યા હતા જેમાં કોરોના નિયમોના સરાજાહેર ધજીયા ઉડી રહ્યા હતા પરંતુ કોઈની તાકાત છે કે નિયમ ભંગ બદલ દંડ વસૂલાત કરે કે વધુ પેસેન્જર ભરવા બદલ વાહનો જપ્ત કરી કાર્યવાહી કરે…..?! અને આ કારણે આમ પ્રજામાં સવાલી ચર્ચા બની રહી છે કે કાયદાઓ અને નિયમો સામાન્ય પ્રજાજનો માટે જ હોય છે…. રાજકીય ક્ષેત્રને અસરજ કરતા નથી કે તેનાથી દૂર રહે છે….! તે સાથે સોશિયલ મીડિયા પર એવી કોમેન્ટો વાયરલ થઇ રહી છે કે ઉમેદવાર મત માગવા આવે ત્યારે ભરેલ રૂપિયિ ૧૦૦૦ દંડની સ્લીપ બતાવી પૈસા માંગી લેજો…. બીજી કોમેન્ટ ફરી રહી છે જેમાં ૧૫-૧૫ લાખ જબરજસ્દીસે દિયા, ફિર ૨ કરોડ યુવાઓકો પકડ પકડકર નૌકરી દી,અબ કિસાનોકો જબરજસ્દીસે કરોડપતિ બનાને પર તુલે હૈ…આ મેસેજો ફરી વળતા લોકો તેની મજા લઈ રહ્યા છે…..!
રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત મનપા માટેના કોંગ્રેસ પક્ષમાં ટિકિટ ફાળવણી માટે બઘડાટી બોલી ગઈ છે. કેટલાક જલ્લાઓમા પણ આવી જ સ્થિતિ છે…. નેતાઓની આંતરિક ખેચતાણને લઈને કોંગ્રેસ મતદારોના મિજાજનો ફાયદો નહીં લઇ શકે તેવી સ્થિતિ બની ગઈ છે. જ્યારે કે ભાજપના ઉમેદવાર પસંદગી બાબતે હોહા થઈ ખરી પરંતુ નેતાઓએ કાર્યકરોને સમજાવી લેતા ભાજપમાં હોબાળો બંધ થઈ ગયો છે પરંતુ જે તે અનેક વાર્ડમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બની રહી છે… અને તે આયાતી ઉમેદવારોને કારણે…. જ્યારે કે કોંગ્રેસના દિગ્ગજો પરિસ્થિતિ પારખી ન શકતા કે મેદાની સમજના અભાવે કે પછી પોતાના વ્યક્તિગત સ્વાર્થને લઈને ઉમેદવાર પસંદગીમાં થાપ ખાઈ ગયા છે. જેમાં સુરતમાં “પાસ”ને ૩ ટિકીટ ફાળવવા સામે માત્ર એક ટિકિટ ફાળવતા મોટો હોબાળો થઇ ગયો છે જે કારણે કોંગ્રેસ અને પાસ આમને-સામને આવી ગયા છે…. ત્યારે પાસ નેતિઓએ પોતાનું તીર પણ છોડી દીધું છે જે કોંગ્રેસને ૫૦ બેઠકો પર અસર કરશે…..! આ કારણે કદાચ “આપ”ને લાભ મળી શકે. રાજકોટ કોંગ્રેસમાં મોટા ગજાના કહેવાતા વોર્ડ મંત્રી ૪૦૦ કાર્યકરો સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જતાં તેના પડઘા રાજકોટ સહિતના વિસ્તારોમાં પડ્યા છે. અમદાવાદમાં તો નેતાઓને કારણે ઉમેદવાર પસંદગી બાબતે મોટી હોહા-ધાધલ ધમાલ મચી ગઈ જેને અસર મોટા પ્રમાણમાં થઈ છે. ૨૩ ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર પરત ખેચ્યા તેમા નારણપુરામાં મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેચતા તે બેઠક ભાજપને મળી ગઈ છે. જો કે ભાજપમાં આયાતી ઉમેદવારો સામે આંતરિક આક્રોશ છે….! ત્યારે ઓવૈસીના પક્ષના ૨૧ ઉમેદવારો ઉભા રહેતા કોંગ્રેસને ફટકો પડવાની પણ શક્યતા વધી પડી છે અને તે કારણે કોંગ્રેસને ૨૪ મુસ્લિમ ઉમેદવારો પસંદ કરવા ફરજ પડી છે….!હવે ભવિષ્યમા કોંગ્રેસ નેતાગણને સુધારવા ઓવૈસી કે પાસ નેતાઓ જેવાઓની જરૂર છે તેવું ખૂદ કોંગ્રેસ કાર્યકરો કહી રહ્યા છે…..

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

Related posts

૧૮મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અડાસ રેલ્વે સ્ટેશને સર્જાયેલો શહાદતનો ઈતિહાસ…!!

Charotar Sandesh

देवी की पूजा में ज्योति क्यों जगायी जाती है ?

Charotar Sandesh

रक्षा बंधन त्यौहार की उत्पत्ति के पीछे कई किंवदंतियाँ हैं : भगवान इंद्र और इंद्राणी से लेकर सिकंदर और पोरस तक

Charotar Sandesh