Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં કુલ ૬.૧૪ લાખથી વધુનું રસીકરણ, સરકારે ૫૩ કરોડ રૂપિયાનો કર્યો ખર્ચ…

અમદાવાદ : સમગ્ર દેશમાં કોરોના વાયરસની સામે લડવા માટે વેક્સિનનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ મામલે સમગ્ર ગુજરાતમાં ૩,૬૨,૫૩૦ હેલ્થકેર વર્કર્સ જ્યારે ૨,૫૨,૦૦૦ ફ્રન્ટલાઇન વર્કર્સ એમ કુલ ૬,૧૪,૫૩૦ને કોરોના રસી આપવામાં આવી છે. દેશના જે રાજ્યમાં સૌથી વધુ રસીકરણ કરવામાં આવ્યું હોય તેમાં ઉત્તર પ્રદેશ ૬.૭૩ લાખ સાથે મોખરે જ્યારે ગુજરાત બીજા સ્થાને છે. કોરોના વેક્સિન માટે અત્યારસુધી સમગ્ર દેશમાંથી કુલ રૃપિયા ૯૬૦.૭૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતને કુલ રૃપિયા ૫૩.૨૪ કરોડના મૂલ્યની કોરોના રસી આપવામાં આવેલી છે.
કોરોના વેક્સિન માટે ગુજરાતમાં ઓપરેશ્નલ કોસ્ટ રૃપિયા ૬.૯૭ કરોડ છે. ૧૧ફેબુ્રઆરી સુધી સમગ્ર દેશમાંથી કુલ ૫૭,૦૫,૨૨૫ હેલ્થકેર વર્કર્સ, ૧૩,૧૧, ૮૮૬ ફ્રન્ટલાઇન વર્કર્સ એમ કુલ ૭૦,૧૭, ૧૧૪ને કોરોના રસી આપવામાં આવેલી છે. રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ ૬,૭૩,૫૪૨ સાથે મોખરે-ગુજરાત બીજા, મહારાષ્ટ્ર ૫,૭૩,૬૮૧ સાથે ત્રીજા,રાજસ્થાન ૫,૫૯,૯૯૦ સાથે ચોથા અને કર્ણાટક ૪,૬૪,૪૮૫ સાથે પાંચમાં સ્થાને છે.
કેરળ, લદ્દાખ, લક્ષદ્વિપ, આસામ, આંદમાન નિકોબાર, મેઘાલય, મિઝોરમ એવા રાજ્યો છે જ્યાં ૧૧ ફેબુ્રઆરી સુધી એકપણ ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના રસી આપવામાં આવી નથી. અત્યારસુધી સમગ્ર દેશમાંથી મહારાષ્ટ્રમાં રૃપિયા ૯૩.૧૧ કરોડ, ઉત્તર પ્રદેશમાં રૃપિયા ૮૦.૫૮ કરોડની કિંમતની રસી પૂરી પાડવામાં આવેલી છે.

Related posts

રઢિયાળી આ રાતડીનો જો જે રંગ જાય ના… આજે નવમા નોરતે ખૈલેયાઓ ભારે રમઝટ બોલાવશે…

Charotar Sandesh

પ્રથમ તબક્કાના મતદાનમાં આ અનેક ગામોના મતદારોએ મતદાનનો બહિષ્કાર વિરોધ કર્યો

Charotar Sandesh

સાઇબર ક્રાઇમને અંકુશમાં લેવા આણંદ સહિત ૧૦ જિલ્લામાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાયા…

Charotar Sandesh