Charotar Sandesh
બોલિવૂડ

ખેડૂતોને લઇ હવે ઉર્મિલા માતોડકર હરિયાણાના કૃષિ મંત્રી પર ભડકી…

મુંબઈ : હરિયાણાના કૃષિ મંત્રી જે.પી. દલાલે તાજેતરમાં ખેડૂત આંદોલનમાં બેઠેલા ખેડુતો વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, જ્યારે કિસાન આંદોલન દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા ખેડુતો વિશે વિવાદિત નિવેદન આપતા તેઓએ કહ્યું હતું કે, ‘આ ૨૦૦ ખેડૂત જે મરી ગયા છે, જો ઘરે હોત તો પણ મરી જતા. કોઇ હાર્ટ એટેકથી મરી ગયા છે તો કોઇ તાવથી મરી ગયા છે. જેપી દલાલના આ વિવાદિત નિવેદન પર દરેક જણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી તાપસુ પન્નુ અને રિચા ચડ્ઢા પછી હવે અભિનેત્રી ઉર્મિલા માતોડકરે આકરા પ્રહાર કર્યા છે.
ઉર્મિલા માતોડકરે પોતાના ટિ્‌વટમાં લખ્યું છે – ‘જે લોકો ખેડૂતોને ખાલિસ્તાની અને દેશદ્રોહી કહે છે. હરિયાણાના કૃષિ પ્રધાન જે.પી. દલાલ જીના આ ખૂબ જ શરમજનક અને સંવેદનશીલ નિવેદન પર તેમનું શું કહેવું છે? ઉર્મિલા માતોડકરના આ ટ્‌વીટ પર ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે. વિવાદ ઘેરાત પ્રકાશે સ્પષ્ટતા કરતા એક વીડિયો શેર કર્યો છે. જેમા તેમણે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મેં તે ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. જે આંદોલન દરમિયાન માર્યા ગયા હતા.
જો કોઇ વ્યક્તિ આપ્રાકતિક પણ મરે છે તો તે દુખદ છે. મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. મેં સોશિયલ મીડિયા પર વીડિયો જોયો. હવે મારા નિવેદનથી કોઇને તકલીફ થઇ તો હું માફી માંગુ છું. હરિયાણાના કૃષિ મંત્રી હોવાના કારણે ખેડૂતાનો સારા માટે કામ કરી રહ્યો છું.

Related posts

સારા અલી ખાને ‘સર્વધર્મ સમભાવ’ના સંદેશ સાથે નવા વર્ષની શુભકામના આપી

Charotar Sandesh

સીએએનો મુદ્દો ફિલ્મો કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે : સોનાક્ષી સિંહા

Charotar Sandesh

સલમાન ખાન ઘરે રહીને તેની ‘રાધેઃયોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ એડિટ કરશે…

Charotar Sandesh