Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોના સંક્રમણને લઈ અડાસ ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર…

આણંદ : જિલ્લા સહિત ચરોતરમાં કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે, જેમાં અનેક ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે, જેને લઈ આજરોજ આણંદ તાલુકાના અડાસ ગ્રામ પંચાયત દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તારીખ ૦૨-૦૫-૨૦૨૧ થી ૦૭-૦૫-૨૦૨૧ સુધી સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

અડાસ ગામમાં સમગ્ર વિસ્તારમાં સ્વૈચ્છિક રીતે આંશિક લોકડાઉન રાખવામાં આવે જેનું કડકાઈથી પાલન કરવાનું રહેશે…

આ અંગે અડાસ ગામના સરપંચ શિલ્પાબેન રાજ દ્વારા જણાવવામાં આવેલ કે, ગામમાં તારીખ ૦૨-૦૫-૨૦૨૧ થી ૦૭-૦૫-૨૦૨૧ સુધી બપોરના ૨ કલાક પછી સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવા અપીલ કરવામાં આવે છે જે અડાસ ગામમાં સમગ્ર વિસ્તારમાં સ્વૈચ્છિક રીતે આંશિક લોકડાઉન રાખવામાં આવે જેનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. અને આ લોકડાઉન બાબતે પોલિસ સ્ટેશનમાં પણ જાણ કરેલ છે જે આ લોકડાઉનનું ભંગ કરેલ જણાશે તો કોવિડ ગાઈડલાઈન મુજબનો ગુનો દાખલ કરવામાં આવશે. જેથી પોલિસ તંત્ર દ્વારા દરરોજ પોલિસ પેટ્રોલીંગ ગમે તે સમયે કરવામાં આવશે જે પોલિસ મારફતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  • ગામડાઓને કોરોનાથી બચાવવા માટે રાજ્ય સરકારનું ‘મારુ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન શરૂ…

આ આંશિક લોકડાઉન દરમ્યાન ફરજીયાત માસ્ક તેમજ સોશિયલ ડીસ્ટન્સનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. બિનજરૂરી કામ સિવાય કોઈપણ વ્યક્તિએ ઘરની બહાર નીકળવું નહીં તેમજ લગ્ન પ્રસંગની ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન માટે મહત્તમ પ૦ વ્યક્તિઓ તેમજ અંતિમ ક્રિયા માટે મહત્ત્મ ર૦ વ્યક્તિઓથી વધારે રાખી શકશે નહીં.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ જિલ્લા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા પૂ. સંતોનો પૂજન અર્ચન તેમજ સેવાવસ્તીમાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

વિદ્યાનગરમાંથી બનાવટી માર્કશીટો કૌભાંડ : ચારેય શખ્સો ત્રણ દિવસના રીમાન્ડ પર સોંપાયા…

Charotar Sandesh

લોકડાઉનના સમયમાં આણંદ જિલ્લાના આંકલાવ બ્લોકમાં અસરકારક શિક્ષણની પહેલ…

Charotar Sandesh