Charotar Sandesh
ગુજરાત

કોરોના કેસો વધતાં હાલત કફોડી, ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પણ ખૂટ્યો…

અમદાવાદ : અમદાવાદમાં કોરોના કેસો વધતાં હાલત કફોડી બની છે. સતત દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે હોસ્પિટલો હાઉસફૂલ થવાની તૈયારીમાં છે. તેવામાં કોરોનાનો નવો સ્ટ્રેઈન ઘાતક હોવાને કારણે દર્દીઓ માટે ઘાતક પુરવાર થઈ રહ્યો છે. અને તેવામાં દર્દીઓને ઓક્સિજનની સતત જરૂર પડી રહી છે. ત્યારે અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલના સંચાલકનો ઓક્સિજનની માગ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જો કે આ વાઈરલ વીડિયો અંગે સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.
અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ ધરાવતાં એક સંચાલકે સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં સંચાલક ઓક્સિજનની મદદ માટે ગુહાર લગાવી રહ્યો છે. સંચાલક વીડિયોમાં જણાવે છે કે હોસ્પિટલમાં ૨૮ દર્દીમાંથી ૨૨ દર્દીઓની હાલત ગંભીર છે. અને ઓક્સિજનની સપ્લાય વગર દર્દીઓનાં જીવ જઈ શકે તેવો ડર સંચાલકને છે. જો કે સંદેશ ન્યૂઝ દ્વારા આ વાઈરલ વીડિયોની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી રહી છે. અને દિવસે ને દિવસે કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. ગુજરાતની વિજય રૂપાણી સરકારે ઓક્સિજન નિર્માતાઓને ૭૦ ટકા ઓક્સિજન કોરોનાની સારવાર માટે આરોગ્ય વિભાગને આપવાનો નિર્ણય કર્યો છે. પણ જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને જોતાં લાગે છે કે અમદાવાદ શહેરમાં ઓક્સિજનની અછત સર્જાઈ શકે છે. અને વાઈરલ વીડિયો જો સાચો હોય તો અમદાવાદની સ્થિતિ સ્ફોટક સાબિત થઈ શકે છે.

Related posts

ટ્રાફિકના નવા કાયદાના વિરોધમાં સવિનય કાનૂન ભંગ સાથે કૉંગ્રેસની ‘ગાંધી સંદેશ યાત્રા’

Charotar Sandesh

ધોરણ ૯ અને ૧૧ના વર્ગો ૨૦મી જાન્યુઆરી આસપાસ શરૂ થાય તેવી સંભાવના….

Charotar Sandesh

સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગરના આકાશમાં તીડ દેખાતા ખેડૂતોમાં વધી ચિંતા…

Charotar Sandesh