Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાને નાથવા કેન્દ્રએ મોલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ…

ન્યુ દિલ્હી : ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસ માથુ ઉચકી રહ્યો છે. સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રએ કોરોના વેક્સીનનું રસીકરણ અભિયાન ઝડપી બનાવ્યા બાદ હવે કોરોનાને નાથવા નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્રએ રેસ્ટોરેન્ટ અને ધાર્મિક સ્થળો જે સાર્વજનિક સ્થળોએ આવેલા છે તેને ધ્યાનમાં રાખીને બહાર પાડી છે. કેન્દ્રએ આ ગાઈડલાઈન્સમાં જૂની દિશા-નિર્દેશોને પણ શામેલ કર્યા છે. આ ગાઈડલાઈન મોલ્સ, રેસ્ટોરેન્ટ અને ધાર્મિક સ્થળો જે સાર્વજનિક સ્થળો આવેલા છે, જેમાં કેન્દ્ર સરકારે નવી યાદી જાહેર કરી છે, જાહેર સ્થળો પર માસ્ક અનિવાર્ય કરવામાં આવ્યું છે.
આ નવી માર્ગદર્શિકા ૧ માર્ચથી જ અમલમાં આવી છે. જેમાં સરકારે હવે ધાર્મિક સ્થળો માટેની યાદી પણ શામેલ કરી છે. આ ગાઈડલાઈન્સ પ્રમાણે ધાર્મિક સ્થળોમાં પ્રવેશ સમયે ફરજિયાત હાથની સ્વચ્છતા અને થર્મલ સ્ક્રિનિંગ પ્રક્રિયા શામેલ છે. આદેશમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે, માત્ર એસિમ્પટમેટિક લોકોને જ ધાર્મિક સ્થળોએ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. માસ્ક પહેરવું પણ ફરજીયાત રાખવામાં આવ્યું છે.

રોસ્ટોરન્ટ માટેની ગાઈડલાઈન્સ…
* રેસ્ટોરન્ટમાં જ બેસીને જમવાના એટલે કે ડાઇન-ઇનને બદલે ટેકઅવેને પ્રોત્સાહિત કરવામાં આવશે.
*કોવિડ સાવચેતીને પગલે યોગ્ય રીતે ફૂડ ડિલિવરી કરવામાં આવશે.
*હોમ ડિલિવરી માટે પરવાનગી આપતા પહેલા હોમ ડિલિવરી સ્ટાફનું થર્મલ સ્ક્રિનિંગ.
*પાર્કિંગના સ્થળોમાં અને યોગ્ય જગ્યાઓએ યોગ્ય અંતર્ગત નિયમોને અનુસરતા જગ્યાની બહાર યોગ્ય ભીડનું સંચાલન.
*સ્ટોરન્ટની અંદર લાઈનો વખતે ૬ ફૂટનું શારીરિક અંતર જાળવવું.

Related posts

દિલ્હી-એનસીઆરમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા…

Charotar Sandesh

ટેકઓફ કરતા જ વિમાનનું પૈડું થયું અલગ, મુંબઈમાં એર એમ્બ્યુલન્સનું લેન્ડિંગ…

Charotar Sandesh

દેશમાં કોરોના વિસ્ફોટ : ૨૪ કલાકમાં રેકોર્ડ ૧.૮૫ લાખથી વધુ નવા કેસ નોંધાયા…

Charotar Sandesh