Charotar Sandesh
વર્લ્ડ

કોરોનાની સ્થિતિને પગલે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ કર્યો…

યુકે : દેશમાં કોરોનાની બીજી લહેરે ગંભીર સ્થિતિ સર્જી છે, ત્યારે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન આવતાં અઠવાડિયે ભારત આવશે નહીં. તેમનો ભારત પ્રવાસ રદ થયો છે. ભારત સરકાર આ અંગે જાણકારી આપી છે. વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસને લીધે પેદા થયેલી સ્થિતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બોરિસ જોનસનની યાત્રાને લઇને વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરફથી એક નિવેદન જાહેર કરી કહેવામાં આવ્યું છે કે, તેમની યાત્રાને બન્ને દેશો વચ્ચે ચર્ચા બાદ રદ કરવામાં આવી છે. કોવિડની હાલની સ્થિતિને જોતાં બન્ને દેશો વચ્ચે પરસ્પર સહમતિ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, યુનાઇટેડ કિંગ્ડમના વડાપ્રધાન બોરિસ જોનસન આગામી અઠવાડિયે પોતાની ભારત યાત્રા નહીં કરે. બન્ને દેશ આગામી કેટલાક દિવસોમાં એક વર્ચ્યુઅલ મીટિંગ કરશે.

Related posts

જાપાનમાં પૂરનું સંકટ : ૨.૪૦ લાખ લોકોનું સ્થળાંતર કરાયું…

Charotar Sandesh

સ્પેસ વૉક કરનારી પ્રથમ ચીની મહિલા વાંગ યાપિંગ બની

Charotar Sandesh

કાળમુખો કોરોના અત્યાર સુધીમાં વિશ્વભરના ૩ લાખ લોકોને ભરખી ગયો…

Charotar Sandesh