Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાની રેકોર્ડ છલાંગ, દેશમાં ૨.૬૦ લાખથી વધુ નવા કેસ, ૧૪૯૫ના મોત…

કોરોનાથી સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પછીના બીજા ક્રમે ભારત…

ન્યુ દિલ્હી : કોરોના મહામારી દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૨,૬૦,૭૭૮ નવા કેસ સામે આવ્યા છે અને ૧,૪૯૫ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાંથી કોરોનાના કુલ ૧૪,૧૩,૦૫,૨૩૭ કેસ સામે આવ્યા છે અને ૩૦,૨૩,૮૭૧ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા ૧૧,૯૯,૧૮,૧૮૮ થઈ ગઈ છે. જ્યારે સમગ્ર વિશ્વમાં સક્રિય કેસની સંખ્યા ૧,૮૩,૬૩,૧૭૮ છે.
કોરોનાથી સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં ભારત બીજા નંબરે છે. આ યાદીમાં અમેરિકા ટોચ પર છે અને અત્યાર સુધીમાં અમેરિકામાં કોરોનાના કુલ ૩,૨૩,૭૨,૧૧૯ કેસ નોંધાયેલા છે. અત્યાર સુધીમાં કોરોનાએ અમેરિકામાં ૫,૮૦,૭૫૬ લોકોનો ભોગ લીધો છે. ૨,૪૯,૦૫,૩૩૨ અમેરિકનો કોરોનાને માત આપીને સાજા થઈ ચુક્યા છે અને અમેરિકામાં હાલ સક્રિય કેસની સંખ્યા ૬૮,૮૬,૦૩૧ છે.
મહારાષ્ટ્રમાં ૬૭,૧૨૩ નવા દર્દીઓ મળી આવ્યા હતા. ૫૬,૭૮૩ દર્દીઓ સ્વસ્થ થયા અને ૪૧૯ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૭.૭૦ લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી ૩૦.૬૧ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૫૯,૯૭૦ મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ ૬.૪૮ લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.
ઉત્તરપ્રદેશમાં ૨૭,૩૬૦ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૬,૪૨૯ લોકો સ્વસ્થ થયા અને ૧૦૩ લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં ૭.૯૩ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી ૬.૩૩ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૯,૫૮૩ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ૧.૫૦ લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
દિલ્હીમાં ૨૪,૩૭૫ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૧૫,૪૧૪ લોકો સ્વસ્થ થયા અને ૧૬૭ લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં ૮.૨૮ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી ૭.૪૬ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૧૧,૯૬૦ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં ૬૯,૭૯૯ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
છત્તીસગઢમાં કોરોનાના ૧૬,૦૮૩ નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન ૯,૮૨૮ લોકો સાજા થયા અને ૧૩૮ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં ૧.૩૦ લાખ લોકોની સારવાર ચાલી રહી છે. કુલ ૩.૯૬ લાખ લોકો સાજા થયા છે,જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૭૩૯ પર પહોંચી ગયો છે.
મધ્યપ્રદેશમાં ૧૧,૨૬૯ લોકો પોઝિટિવ સામે આવ્યા હતા. ૬,૪૯૭ લોકો સાજા થયા અને ૬૬ લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં ૩.૯૫ લાખ લોકોને સક્રમણ લાગ્યું છે. જેમાંથી ૩.૨૭ લાખ લોકો સાજા થયા છે. ૪,૪૯૧ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ૬૩,૮૮૯ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
ગુજરાતમાં ૯,૫૪૧ લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. ૩,૭૮૩ લોકો સાજા થયા અને ૯૭ લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં ૩.૯૪ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી ૩.૩૩ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૫,૨૬૭ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અહીંયા ૫૫,૩૯૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Related posts

ભારતીય ટીમના કોચ માટે ગાંગુલીએ આ પૂર્વ ખેલાડીને દાવેદાર ગણાવ્યો

Charotar Sandesh

ફેસ માસ્ક પ્રોડ્‌ક્શનમાં ભારત સરપ્લસ, હવે નિકાસને મંજૂરી આપવા માગ…

Charotar Sandesh

કોંગ્રેસના નેતા અને તિરૂવંતપુરમ લોકસભા બેઠકના ઉમેદવાર શશી થરૂર હાલમાં હોસ્પિટલ સારવાર હેઠળ છે.

Charotar Sandesh