Charotar Sandesh
ગુજરાત

કોરોનાનાં વધતા કેસ વચ્ચે હવે કમોસમી વરસાદની હવામાનની આગાહી…

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં તપતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યનાં હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને સુરતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે.

રાજ્યનાં બુધવારે પણ ઘણા શહેરોમાં વાતાવરણ અચાનક પલટો આવ્યો હતો. ત્યારે હવામાન વિભાગે હવે રાજ્યમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. ૪૦ કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. દાહોદ, મહીસાગર, પંચમહાલ, નર્મદામાં આ કમોસમી વરસાદની આગાહી છે. વળી બીજી તરફ સૌરાષ્ટ્રનાં બે જિલ્લામાં હિટવેવની આગાહી છે. આ ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથમાં હિટવેવની આગાહી છે.

Related posts

સુરતમાં ઇંજેક્શનની કાળાબજારી : કોરોનાથી બચવા લોકો રૂ. ૭૨૦ના આપી રહ્યા ૭૦૦૦…

Charotar Sandesh

ભવિષ્યની પેઢી શિક્ષિત બને તે જરૂરી છે. હવેનો યુગ શિક્ષણનો યુગ છે : વિજય રૂપાણી

Charotar Sandesh

બુલેટ ટ્રેન : પહેલાં પિલરનું કામ વલસાડમાં શરૂ થયું…

Charotar Sandesh