Charotar Sandesh
ગુજરાત

કોરોનાકાળમાં નાગરિકો પાસેથી અધધ… ચાર દિવસમાં ૨.૬૬ કરોડનો દંડ વસુલાયો…

ગાંધીનગર : કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં માઝા મૂકી છે. સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યા છે ત્યારે ઘણાબધા નાગરિકો કોરોનાના નિયમોનું પાલન કરતાં નથી તેનું ઉલ્લઘંન કરી રહ્યા છે. એવા નાગરિકો પાસેથી દંડની રકમ વસૂલવામાં આવી છે. રાજ્યમાં માસ્ક ના પહેરનાર અને જાહેરમાં થૂંકનાર નાગરિકો પાસેથી છેલ્લા ચાર દિવસમાં ૨.૬૬ કરોડનું દંડ વસૂલ્યો છે.

અધિકારીના જણાવ્યા અનુસાર આ દંડની રકમ બે થી પાંચ એપ્રિલ વચ્ચે વસુલવામાં આવી છે. કોવિડ-ના નિયમોનું ઉલ્લઘંન કરનાર ૬૬૦૦ નાગરિકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે માસ્ક ના પહેરનાર અને જાહેરમાં થૂંકનાર ૨૭૭૬૧ લોકો પાસેથી માત્ર ચાર દિવસમાં ૨.૬૬ કરોડ દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત ૧૩૦૦ લોકો પર નિયમના ઉલ્લઘંન માટે ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં ૨૪૧૦ લોકો પર કોરોના નિયમનું પાલન ના કરવા માટે તેમના પર ફરીયાદ કરવામાં આવી હતી અને ચારમહાનગરોમાં રાત્રી કફર્યુના નિયમ ભંગ બદલ ૨૩૭૩ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતાં. જેના પગલે ઘણાબધા નાગરિક નિયમોનું ભંગ કરી રહ્યાં છે જેના લીધે ૨.૬૬ કરોડ દંડ વસૂલાયો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યાં છે. તેને અટકાવવા માટે કોરોનાના નિયમોમાં સખત નિયમો અમલી બનાવ્યા છે જેના પગલે ઘણાબધા નાગરિક નિયમોનું ભંગ કરી રહ્યાં છે જેના લીધે ૨.૬૬ કરોડ દંડ વસૂલાયો છે.

Related posts

માસ પ્રમોશનની વાત પાયાવિહોણી, પરીક્ષા લેવાશે, અફવાઓ પર ધ્યાન ન આપો : શિક્ષણમંત્રી

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં એકદમ ઘટાડો નોંધાયો : દૈનિક મૃત્યુઆંક પણ ઓછા થયા, જુઓ

Charotar Sandesh

ડોક્ટરોને કોરોના વાયરસનું સૌથી વધુ જોખમ, સુરતમાં અત્યાર સુધીમાં ૧૩૧ સંક્રમિત થયા…

Charotar Sandesh