Charotar Sandesh
ઈન્ડિયા

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : આ તારીખથી ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને મળશે વેક્સિન…

ત્રીજા તબક્કામાં ૧ મેથી શરૂ થઈ રહેલા રસીકરણ અભિયાનમાં ૧૮ વર્ષથી ઉંમરના તમામ લોકોને રસી મળશે….

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો સંક્રમણ વધવા પામેલ છે, નવા કેસનો આંકડો ૨ લાખનો પાર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણને માત આપવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.

દેશમાં અત્યાર સુધી ૪૫ વર્ષથી ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી હતી. પહેલા ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું હતું. હવે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. દેશમાં ૧ મેથી શરૂ થઈ રહેલા રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કામાં ૧૮ વર્ષથી ઉંમરના તમામ લોકોને રસી મળશે. આ માટે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી.

Related posts

કોંગ્રેસ હિન્દુત્વ મામલે ભાજપની નકલ ના કરે, નહીંતર ઝીરો થઈ જશેઃ શશી થરુર

Charotar Sandesh

ગુજરાતના ત્રણ સહિત 30 ડિફોલ્ટરના રૂા.50000 કરોડ માંડવાળ…

Charotar Sandesh

નીટ મારફ્તે ૨૪ કલાક ફંડ ટ્રાન્સફરની સુવિધા ૧૬ ડિસેમ્બરથી શરૂ થશે…

Charotar Sandesh