Charotar Sandesh
ઈન્ડિયા

કૃષિ કાયદા ખેડૂતોને બરબાદ કરવા અને મોદીજીના મિત્રોને સોંપી દેવા બનાવાયા : રાહુલ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડમાં સભા સંબોધિ…

આ લોકોને જ્યાં સુધી મજબૂર નહીં કરવામાં આવે, ત્યાં સુધી તેઓ કૃષિ કાયદા પરત નહીં લે…

વાયનાડ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી આજે પોતાના સંસદીય વિસ્તાર વાયનાડના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ આજે કેરળના વાયનાડમાં ખેડૂતોની એક સભાને સંબોધિત કરતા ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતના ખેડૂબતો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેને આખો દેશ જોઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર ખેડૂતોનું દુખ નથી સમજી રહી. કૃષિ કાયદાઓ ખેતીની વ્યવસ્થાને બરબાદ કપવા અને આ વ્યવસાયને મોદીજીના ૨-૩ મિત્રોને સોંપી દેવા માટે બનાવ્યા છે.
તેમણે કહ્યું કે સાંસદમાં મેં જે ભાષણ આપ્યું હતું, તેમાં મેં હિંદીની અંદર કહ્યું હતું કે અમે બે અમારા બે. આ સરકારના બે લોકોએ સરકાર બકહારના બે લોકો સાથે ભાગીદારી કરી છે. સાથે જ રાહુલ ગાંધીએ આજે વાયનાડમાં એક ટ્રેક્ટર રેલીની અંદર ભાગ પણ લીધો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો ત્રણે કૃષિ કાયદાને ત્યાં સુધી પરત નહીં લે, જ્યાં સુધી તેમને મજબૂર નહીં કરાય. તેનું કારણ એ છે કે ત્રણે કૃષિ કાયદાને ભારતની કૃષિ વ્યવસ્થાને બરબાદ કરવા માટે અને નરેન્દ્ર મોદીના બે ત્રણ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવ્યા છે.
આ સિવાય રાહુલ ગાંધીએ પેટ્રેલ ડીઝલની વધી રહેલી કિંમતોને લઇને પણ સરકાર પર પ્રહાર કર્યા છે. જેના માટે તેમણે એક ટિ્‌વટ કરીને લખ્યું કે પેટ્રોલ પંપ ઉપર ગાડીમાં તેલ પુરાવતા સમયે જ્યારે તમારી નજર ઝડપથી વધી રહેલા મીટરહ પર પડે, ત્યારે એક વાત જરુર યાદ રાખજો કે કાચા તેલની કિંમતો વધી નથી પરંતુ ઘટી છે. પેટ્રોલ ૧૦૦ રુપિયા લીટરે પહોંચ્યું છે. મોદી સરકાર તમારા ખિસ્સા ખાલી કરીને પોતાના મિત્રોને આપવાનું મહાન કામ કરી રહી છે.

Related posts

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભારતીય કોવેક્સિનને ઔપચારિક મંજુરી ના મળી

Charotar Sandesh

જીએસટી રિફંડની પ્રક્રિયા શરૂ, સીધું વેપારીઓના એકાઉન્ટમાં જમા થશે…

Charotar Sandesh

વિશ્વના કેટલાય દેશોમાં લોકો અકળાયા : લોકડાઉન સામે દેખાવો…

Charotar Sandesh