Charotar Sandesh
વર્લ્ડ

કૃષિ કાયદાથી દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધશે : યુએસ

અમેરિકાએ નવા કૃષિ કાયદાઓનું કર્યું સમર્થન, કહ્યું- અમે શાંતિપૂર્ણ વિરોધની સાથે…

USA : મોદી સરકારના નવા કૃષિ કાયદાઓનાં વિરોધમાં ભારતમાં સડકથી સંસદ સુધી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાએ કૃષિ કાયદાઓને લઈને ભારતને સમર્થન આપ્યું છે. બાઈડેન શાસને કહ્યું હતું કે તે મોદી સરકારના આ કદમનું સ્વાગત કરે છે. આનાથી દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધશે અને ખાનગી ક્ષેત્રમાં વધુ રોકાણને આકર્ષિત કરશે. આ સાથે અમેરિકા એ પણ સ્વીકાર્યુ કે કૃષિ કાયદાઓ પર શાંતિપૂર્ણ વિરોધ એક સંપન્ન લોકતંત્રનું ઉદાહરણ છે. નવા કૃષિ કાયદાઓનાં વિરોધમાં ભારતમાં ચાલતા ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા આપતા અમેરિકન વિદેશ વિભાગના એક પ્રવક્તાએ કહ્યું હતું કે બાઈડેન સરકાર કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે ભારત સરકારના કદમનું સમર્થન કરે છે, જે ખેડૂતો માટે ખાનગી રોકાણ અને વધુ બજાર પહોંચને આકર્ષિત કરે છે. અમેરિકન વિદેશ મંત્રાલયે આગળ કહ્યું કે સામાન્ય રીતે અમેરિકા એવા કદમોનું સ્વાગત કરે છે, જે ભારતીય બજારોની દક્ષતામાં સુધારો કરશે અને ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષિત કરશે. કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ગત ૨૬ નવેમ્બરથી ખેડૂતો દેખાવો કરી રહ્યા છે. જ્યારે ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્હીમાં હિંસા પણ થઈ હતી.
અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, અમારૂં માનવું છે કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કોઈપણ સંપન્ન લોકતંત્રની ઓળખ છે અને ભારતની સુપ્રીમ કોર્ટે પણ આ જ કહ્યું છે.પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકા, ભારતની અંદર વાતચીતના માધ્યમથી પાર્ટીઓની વચ્ચે કોઈપણ મતભેદને ઉકેલવાની તરફેણમાં છે. સામાન્ય રીતે અમેરિકા ભારતીય બજારોની કાર્યકુશળતાને સુધારવા અને મોટાપાયે ખાનગી સેક્ટરના રોકાણને આકર્ષિત કરવા માટે ઉઠાવાયેલા કદમોનું સ્વાગત કરે છે. આ અગાઉ, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષએ ભારતના નવા કૃષિ કાયદાઓને કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે એક મહત્વનું કદમ ગણાવ્યા હતા. આઈએમએફના કમ્યુનિકેશન ડિરેક્ટર ગેરી રાઈસે કહ્યું હતું, અમે માનીએ છીએ કે ભારતમાં કૃષિ સુધારા માટે કૃષિ બિલ એક અગત્યના કદમનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપાય ખેડૂતોને વિક્રેતાઓ સાથે સીધા કરાર કરવામાં સક્ષમ બનાવશે, જેનાથી ખેડૂતોને વચેટિયાઓની ભૂમિકા ઘટાડવામાં સરળતા મળશે. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં નવા કૃષિ કાયદાઓને લઈને મોટાપાયે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.
થોડા દિવસ અગાઉ ખેડૂતોનાં દેખાવો દરમિયાન રાજધાની દિલ્હીમાં હિંસા થઈ હતી. ખેડૂતોનાં દેખાવોનાં સમર્થનમાં પોપસ્ટાર રિહાના, સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ જેવી વૈશ્વિક હસ્તીઓ આવતા ભારતની હસ્તીઓએ તેમને પણ જવાબ આપ્યો છે. આ દરમિયાન અનેક અમેરિકન સાંસદોએ ભારતમાં ખેડૂતોને સમર્થન આપ્યું છે. સાંસદ હેલી સ્ટીવેન્સે કહ્યું કે ભારતમાં નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા દેખાવકારો પર કાર્યવાહીના સમાચારથી ચિંતિત છું. આ ઉપરાંત અન્ય અનેક નેતાઓ પણ ખેડૂત આંદોલનની સાથે ઊભેલા નજરે પડ્યા. ખેડૂતોનાં દેખાવોનો ઉલ્લેખ કરીને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભાણી મીના હેરિસે કહ્યું કે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર અત્યારે જોખમમાં છે. કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ગત ૨૬ નવેમ્બરથી ખેડૂતો દેખાવો કરી રહ્યા છે. જ્યારે ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્હીમાં હિંસા પણ થઈ હતી, જેના પછી અનેક સ્થળે ઈન્ટરનેટ સેવાઓને પ્રતિબંધિત કરાઈ છે.

  • Nilesh Patel

Related posts

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં બેલ્જિયન મેલિયોનિસ બ્રીડના ડોગને મળીને ભરપેટ વખાણ કર્યા…

Charotar Sandesh

બ્રિટનના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં ત્રણ વિસ્ફોટ, 2 કર્મચારી ઘાયલ

Charotar Sandesh

ચીનની સરકારે જેકમાની કંપની અલીબાબાને ફટકાર્યો ૨.૭૮ અબજ ડોલરનો દંડ…

Charotar Sandesh