Charotar Sandesh
ગુજરાત

કિરીટ પરમાર બન્યા અમદાવાદના નવા મેયર, ગીતા પટેલ ડેપ્યૂટી મેયર…

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ભાસ્કર ભટ્ટ મનપા ભાજપના નેતા બન્યા
ટાગોર હોલની સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત

અમદાવાદ : ગુજરાતમાં ૬ મહાનગરપાલિકા (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર)ની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતાબેન પટેલ ડેપ્યૂટી મેયર બન્યા છે. શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હિતેશ બારોટ અને દંડક તરીકે અરુણસિંહ રાજપૂતના નામની જાહેરાત કરવામાં આવી છે.
નવા મેયર કિરીટ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એક સામાન્ય પરિવાર તેમજ ચાલીમાં રહેનાર વ્યક્તિને મેયર પદ આપવામાં આવ્યું તે બદલ હું પાર્ટીનો આભાર માનું છું. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની જે યોજનાઓ ચાલી રહી છે, તે સામાન્ય વ્યક્તિઓ સુધી પહોંચે તેવા મારા પ્રયત્નો રહેશે. જણાવી દઈએ કે, નવા મેયર કિરીટ પરમાર એક હાર્ડકોર ઇજીજી કાર્યકર છે, તેઓ ખૂબ જ ઓછા લોકોમાંના એક છે જેમને સંઘમાં પ્રશિક્ષણના ૩ વર્ષ પૂર્ણ કર્યા છે. ૩ ટર્મના કોર્પોરેટર પરમારને સ્થાયી સભ્ય તરીકે વિશાળ અનુભવ છે. કિરીટ પરમાર હજુ પણ ચાલીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં આજે પાલડી ટાગોર હોલ ખાતે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂંક પહેલા પાલડી કચ્છી સમાજની વાડી ખાતે શહેર ભાજપના તમામ ધારાસભ્ય, એમપી અને હોદ્દેદારો અને ચૂંટાયેલા તમામ ૧૬૦ કાઉન્સિલરોની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન અમદાવાદના શહેરના ભાજપના પ્રભારી આઈ. કે જાડેજા અને સીનિયર નેતા સુરેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની દાવેદારી માટે કાઉન્સિલરો ફોર્મ ભરવા કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા હતા. તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક માટેફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ચૂંટાયેલા ૧૭થી ૧૮ કાઉન્સિલરોએ ફોર્મ ભર્યા હતા. ત્યારબાદ આજની સભામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ૧૨ પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી.

મેયર તરીકે કીરીટ પરમાર
– ડેપ્યુટી મેયર તરીકે ગીતાબહેન પટેલ
– સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેષ બારોટ
– દંડક તરીકે અરુણસિંહ રાજપૂત
– શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટ

Related posts

સમગ્ર રાજ્યમાં લૉકડાઉનની વાત માત્ર અફવા : મુખ્યમંત્રી રૂપાણીની સ્પષ્ટતા

Charotar Sandesh

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રૂા. 5000 કરોડ ફાળવાયા…

Charotar Sandesh

હવે ૧-૧-૨૦૧૬ પછીના ગુજરાતના અધ્યાપકોને નહી મળે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ…

Charotar Sandesh