Charotar Sandesh
બોલિવૂડ

કાર્તિક આર્યનની ‘ભૂલ ભલૈયા ૨’ ૧૯ નવેમ્બર ૨૦૨૧એ થિયેટરમાં રિલીઝ થશે…

મુંબઈ : હાલમાં હિન્દી સિનેમાના ટોપ ૧૦ સિતારાઓમાં પોતાનું સ્થાન બનાવનાર અભિનેતા કાર્તિક આર્યન આ વર્ષે પણ ધમાકો કરવાનો જ છે. કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ જેમાં મેઈન રોલમાં છે એવી ફિલ્મ ‘ભૂલ ભલૈયા ૨’ ની રિલીઝ ડેટ આવી ગઈ છે. જો કે આ ફિલ્મનું શૂટિંગ કોરોના મહામારીના કારણે અટકી ગયું હતું અને હજુ સુધી તે શરૂ કરવામાં નથી આવ્યું.
ફિલ્મના કો-પ્રોડ્યુસર મુરાદ ખેતાનીએ આ વિશે જાણકારી આપી છે અને ટિ્‌વટ કરીને કહ્યું કે “અમે આ થ્રીલર કોમેડી સાથે પરત ફરી રહ્યા છીએ. શું તમે તૈયાર છો? ‘ભૂલ ભલૈયા ૨’ ૧૯ નવેમ્બર ૨૦૨૧એ થિયેટરમાં રિલીઝ થશે.”આ વખતે ફેન્સમાં ખુશીની વાત એ છે કે, ‘ભૂલ ભલૈયા ૨’માં રાજપાલ યાદવ અને ગોવિંદ નામદેવ પણ ફેન્સે હસાવતા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભલૈયા’ની સીક્વલ છે.
‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અને ‘પ્યાર કા પંચનામા’ સિરીઝ પછી કાર્તિક આર્યનની એન્ટ્રી હિન્દી સિનેમાની ટોપ ૫ ક્લબમાં જોવા મળી હતી પરંતુ સારા અલી ખાને કામ કરીને તેને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. ગયા વર્ષે તેમની ફિલ્મ ‘લવ આજ કાલ’ એટલી ખરાબ રીતે ફ્લોપ થઈ કે નિર્માતાઓએ તેની બાકીની ફિલ્મોમાં મુશ્કેલી ઉભી કરવાનું શરૂ કર્યું. કરણ જોહરની કંપનીમાં બની રહેલી ફિલ્મ ‘દોસ્તાના ૨’ નું શૂટિંગ ઘણા સમયથી અટવાયું છે.

Related posts

હોસ્પિટલમાં દાખલ બીગ બીએ કરી ભાવુક પોસ્ટ, લોકોનો માન્યો આભાર…

Charotar Sandesh

તાપસી પન્નુ ‘રશ્મિ રોકેટ’નું શૂટિંગ એપ્રિલથી શરૂ કરશે…

Charotar Sandesh

અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ દર મહિને પ્રિયંકા ચોપડાને આપે છે ૬.૭૮ લાખ રૂપિયા…

Charotar Sandesh