Charotar Sandesh
ઈન્ડિયા

ઓ બાપ રે… પોલીસે ટ્રક ડ્રાઇવરને અધધ…. ૮૬ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો..!!

સંબલપુર,
ભારતમાં ટ્રાફિકનો નવો કાયદો આવ્યા બાદ ભારે દંડની ઘટનાઓ સામે આવી રહી છે. મોટર વ્હીકલ એક્ટમાં સરકારે ભારે દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે અને તેના લીધે ભારે દંડ વાહનચાલકોને ટ્રાફિકના નિયમના ઉલ્લંઘન પર આપવામાં આવી રહ્યાં છે.
ઓરિસ્સાના સંબલપુર જિલ્લામાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ટ્રકના ડ્રાઈવરનું ૮૬,૫૦૦ રુપિયાનું ચલણ કાપવામાં આવ્યું છે. આ ચલણની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.
અશોક જાદવ નામના એક ડ્રાઈવરનું ૩ સપ્ટેમ્બરના રોજ ચલણ કાપવામાં આવ્યું હતું અને ૮૬૫૦૦ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટ્રાફિક અધિકારીએ આ બાબતે જવાબ આપતા કહ્યું કે અનિઅધિકૃત વ્યક્તિને ડ્રાઈવિંગ કરવાની અનુમતિ આપવા બાબત ૫૦૦૦ રુપિયાનો દંડ, ડ્રાઈવિંગ લાઈસન્સ ના હોવું તો ૫૦૦૦નો દંડ, ટ્રક પર ઓવરલોડ સામાન બદલ ૫૬ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
૮૬૫૦૦ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને પાંચ કલાકથી વધારે સમય બાદ ડ્રાઈવરે ૭૦,૦૦૦ રુપિયાની ચૂકવણી કરી છે. આ ટ્રકમાં જેસીબી મશીન રાખવામાં આવ્યા હતા.

Related posts

શિવસેના અધ્યક્ષનું વિવાદાસ્પદ નિવેદન બેટા રાહુલ ગાંધી,હિન્દુસ્તાનમાં નામર્દો માટે કોઇ જગ્યા નથીઃ ઉદ્ધવ ઠાકરે

Charotar Sandesh

હાઇ-વે પર ગાડી ચલાવવી હોય તો હવે ફાસ્ટ ટેગ લગાવવું ફરજીયાત…

Charotar Sandesh

નવા કોરોના સ્ટ્રેન વચ્ચે UKએ ઓક્સફર્ડની રસીને તત્કાળ મંજૂરી આપી…

Charotar Sandesh