Charotar Sandesh
ઈન્ડિયા ઓટો બિઝનેસ

ઑટો સેક્ટરમાં મંદીનો માર : ૧૦ લાખ નોકરીઓ પર લટકતી તલવાર…

દેશમાં હાલ કેટલાક ઓદ્યોગિક સેક્ટરની હાલત ખસતા છે. જેના કારણે ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી મોટાભાગે મંદીનો માર જોવા મળી રહી છે. આ સેક્ટરમાં સૌથી વધુ ઓટો સેક્ટરની સ્થિતિ ગંભીર છે. લાંબા સમયથી આ સેક્ટરમાં મંદી છવાઈ છે. જેના કારણે હજારો લોકોની નોકરી જતી રહી છે. જ્યારે હવે સેક્ટરના લાખો લોકોની નોકરી જોખમમાં છે.
મીડિયા રિપોર્ટ મુજબ ઓટો સેક્ટરમાં સતત મંદીને પગલે હજારો લોકો તેમની નોકરી ગુમાવી બેઠા છે. જોકે અત્યાર સુધી આ સેક્ટરમાં મોટા પાયે શોર્ટિંગ કરવામાં આવ્યું નથી. પરંતુ નોકરીઓમાં કાપ મૂકવામાં આવશે એવી મજબૂત સંભાવના છે. નિષ્ણાતો મુજબ જો આ સેક્ટરમાં જલ્દી કોઈ સુધારા ન થયા તો આગામી અમુક દિવસોમાં લગભગ ૧૦ લાખ લોકો બેરોજગાર થાય એવી શક્યતા છે.
સૂત્રો મુજબ છેલ્લા કેટલાક સમયથી ઓટો સેક્ટરમાં માગમાં જબરદસ્ત ઘટાડો થયો છે. જેના કારણે કેટલીક કંપનીઓએ પ્રોડક્શન રોકી દીધું છે અથવા ઓછું કરી દીધું છે. ઉપરાંત કેટલીક કંપનીઓમાં તો એવી પરિસ્થિતિ છે કે કર્મચારીઓને સેલેરી આપવી પણ મોંઘી પડી રહી છે. રિપોર્ટ મુજબ દેશમાં લગભગ ૩૦૦ ડિલરશીપ બંધ થઈ ચૂકી છે. એવી પરિસ્થિતિઓમાં ટ્રેન્ડ સ્ટાફને બાકાત રાખીએ તો હેલ્પર લેવલે નોકરીઓમાં કાપ મૂકવામાં આવી શકે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓટો સેક્ટરમાં ઉત્પાદનમાં અંદાજે ૧૫-૨૦ ટકાનો ઘટાડો થયો છે અને ડિમાન્ડ સતત ઘટી રહી છે. તેથી જો એવી જ પરિસ્થિતિઓ રહી તો આગામી દિવસોમાં લગભગ ૧૦ લાખ નોકરીઓ જવાની સંભાવના છે. દેશની ય્ડ્ઢઁમાં ઓટોમોટિવ કંપોનેંટ ઉદ્યોગનો ૨.૩ ટકા યોગદાન છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ૨.૫ ટકા યોગદાન છે. જેમાં લગભગ ૫૦ લાખ લોકોને રોજગાર મળે છે.

Related posts

પં.બંગાળમાં હિંસા વચ્ચે છઠ્ઠા તબક્કામાં કુલ ૬૦ ટકાથી વધુ મતદાન

Charotar Sandesh

સિંગર મુસેવાલા મર્ડર કેસમાં ૪ શાર્પસૂટરનું એન્કાઉન્ટર : ભારત બોર્ડરથી પાકિસ્તાન ભાગવાના હતા

Charotar Sandesh

ગંભીરે કેજરીવાલને આપી ચેલેન્જ, આરોપ સાબિત થયા તો જાહેરમાં ફાંસી પર લટકી જઇશે

Charotar Sandesh