Charotar Sandesh
Live News ઈન્ડિયા રાજકારણ

એલર્ટ : પરિણામો પછી હિંસાની આશંકાના પગલે દેશભરમાં હાઈ એલર્ટ જાહેર

  • દેશભરના રાજ્યોને તકેદારીના પગલાં ભરવા કેન્દ્રીય ગૃહ સચિવે તાકિદ કરી

  • પરિણામો પછી મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, બિહાર અને પ.બંગાળમાં તોફાનો થવાની આશંકા

નવી દિલ્હીઃ ગુરુવારે મત ગણતરી પછી દેશભરમાં તોફાનો થવાની આશંકા તેમજ એ સંબંધે કેટલાંક નેતાઓના નિવેદનો પછી કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દેશના વિવિધ રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. પરિણામો પછી મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં મોટાપાયે હિંસા કે તોડફોડના બનાવો બની શકે તેવી ધારણા છે. ગૃહ સચિવે દરેક રાજ્યોના ગૃહ મંત્રાલયને સત્તાવાર જાણ કરીને તકેદારીના આવશ્યક પગલાંઓ લેવા સુચના આપી દીધી છે.

ગૃહ મંત્રાલયે રાજ્યોના પ્રમુખ સચિવો અને ડીજીપીને પત્ર લખી રાજ્યોમાં કાયદો-વ્યવસ્થા અને શાંતિ બની રહે તેવા આદેશ આપ્યાં છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે જરૂરી પગલાં ઉઠાવે. જ્યાં મતગણતરી થઈ રહી છે તે જગ્યાએ પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા નિશ્ચિત કરવામાં આવે. ગૃહ મંત્રાલયે આ નિર્ણય EVM પર ઉઠાવવામાં આવતા સવાલો અને વોટની ગણતરી દરમિયાન હિંસાની ધમકીઓ વચ્ચે લીધો છે.

ઉપેન્દ્ર કુશવાહાએ પણ હિંસાની ધમકી આપી હતીઃ મહાગઠબંધનની મંગળવારે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉપેન્દ્ર કુશવાહાએ ઈવીએમમાં ગરબડીની આશંકાનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, હું શાસન અને પ્રશાસનના લોકોને એલર્ટ રહેવાની અપીલ કરું છું. જે રીતે ગરબડ થવાની વાત સામે આવી રહી છે, જો આવું થયું સ્થિતિ ખરાબ થઈ જશે. કુશવાહાએ કહ્યું- લોકોમાં ઘણો જ ગુસ્સો છે. જો ઈવીએમમાં ગરબડ થઈ તો સ્થિતિ ખરાબ થઈ જશે. રસ્તાઓ પર લોહી વહેશે. હું વડાપ્રધાન અને મુખ્યમંત્રીને કહેવા માગુ છું કે એવું કોઈ કામ કરવાનું વિચારી રહ્યાં હોવ તો બંધ કરજો. એવા કોઈ પ્રયાસ થયા તો મહાગઠબંધનના લોકો હથિયાર ઉઠાવવાથી પણ પાછા નહીં પડે.

Related posts

મમતા દીદી પોતાના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે : શાહ

Charotar Sandesh

દિલ્હી ચૂંટણીમા ૬૦ ટકાથી વધુ મતદાન : મંગળવારે પરિણામ…

Charotar Sandesh

ઉ.પ્રદેશમાં સરકાર-પોલીસ સામાન્ય લોકોને પરેશાન કરી રહી છે : પ્રિયંકા ગાંધી

Charotar Sandesh