મુંબઈ : ફિલ્મ ‘અપને’ની સિકવલ ‘અપને-૨’નુ શુટીંગ કોરોનાની બીજી ખતરનાક લહેર અને ધર્મેન્દ્રનાં સ્વાસ્થ્યને લઈને હાલ ટાળવામાં આવ્યુ છે. ધર્મેન્દ્રની વયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ફિલ્મનાં નિર્દેશક અનિલ શર્માએ જણાવ્યું હતું કે શુટીંગને મોકુફ રખાયુ છે. આમ ધર્મેન્દ્રનાં સ્વાસ્થ્યને લઈને કરવામાં આવ્યું છે. લંડનમાં ફિલ્મનાં શુટીંગનું પહેલુ શિડયુલ જુલાઈમાં થવાનું હતું. ત્યારબાદ પંજાબ અને મુંબઈમાં ફિલ્મનાં શુટીંગનું શિડયુલ હતું.