Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

એકતા અને સમરસતા એ જ આપણી તાકાત છે જેને બરકરાર રાખવી એ આપણી જવાબદારી છે : શ્રી સૌરભભાઇ પટેલ

  • નવી પેઢીને ભારતના ભવ્‍ય ઐતિહાસિક વારસાની જાણકારી આપવી એ આપણી નૈતિક ફરજ છે – ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ
  • મહામૂલી આઝાદીને આત્‍મસાત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતેથી રાષ્‍ટ્રવ્‍યાપી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્‍યો…

આણંદ : રાજયના ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ કરમસદ ખાતેના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે  ઇન્‍ડિયા @ ૭૫  આઝાદી કા અમૃત મહોત્‍સવ કાર્યક્રમની રાષ્‍ટ્ર–રાજયવ્‍યાપી શૃંખલા અન્‍વયે ૯૧ વર્ષ બાદ જીવંત થઇ ઉઠેલી દાંડીયાત્રાના સાક્ષી બન્‍યા હતા.

મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે દેશની નવી પેઢીને ભારતના ભવ્‍ય ઐતિહાસિક વારસાની જાણકારી આપવી એ આપણી નૈતિક જવાબદારી હોવાનું સ્‍મરણ કરી ગાંધીજીના હસ્‍તે મળેલી અમૂલ્‍ય આઝાદી દ્વારા આત્‍મનિર્ભરતા-સ્‍વરોજગારી અને સ્‍વદેશીનો વ્‍યાપ વિસ્‍તારવા કહ્યું હતું.

શ્રી પટેલે દેશને મહામૂલી આઝાદી અપાવવા માટે આઝાદી લડતમાં જેને કુરબાની આપી છે અને દેશ માટેના જે સપનાં જોયા છે તેમને નમન કરી મહામૂલી આઝાદીને આત્‍મસાત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અમલી બનાવેલા રાષ્‍ટ્રવ્‍યાપી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.

મંત્રી શ્રી પટેલે દેશની આઝાદીની લડતામાં આપેલ યોગદાન અને સરદાર પટેલે દેશની એકતા અને અખંડિતતાને ટકાવી રાખવી પડશે તેમ જણાવી એકતા અને સમરસતા એ જ આપણી તાકાત છે જેને બરકરાર રાખવી એ આપણી જવાબદારી હોવાનું કહ્યું હતું.

શ્રી પટેલે ગાંધીજીએ વાઇસરોય ઇરવીન સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો જે અંતર્ગત જો વાઇસરોય જમીન મહેસૂલ આકારણીમાં રાહત, સૈન્ય ખર્ચમાં ઘટાડો, વિદેશી કપડાં પર કર વધારો અને મીઠાનો કર સમાપ્ત કરવા સહિતની અગિયાર માંગણીઓ સ્વીકારવા તૈયાર હોય તો કૂચ રોકીએ તેવો  પ્રસ્તાવ મોકલ્યો હતો પરંતુ વાઇસરોયે ગાંધીજીને મળવાનો ઇન્કાર કરતાં મહાત્મા ગાંધીના નેતૃત્‍વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂન ભંગની આ ચળવળ હતી. જે તા. ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂધ્‍ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મહાત્મા ગાંધીજીએ પોતાના ૭૯ વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી. હતી જે  ૨૪ દિવસ સુધી પ્રતિદિન ૧૦ માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. અને તા. ૬ એપ્રિલ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો હોવાની આાજની પેઢીને જાણકારી આપી હતી.

મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે આઝાદી પછી ભારત દેશે કરેલા વિકાસ અને પ્રગતિની સીલસીલાબંધ વિગતો વર્ણવી આઝાદીનું મૂલ્‍ય જાણવાથી  નવી પેઢી આઝાદી પ્રત્‍યે સભાન બને તે માટે હજારો વર્ષ પુરાણી ભારતીય સંસ્‍કૃતિને જીવંત રાખવા માટે આવી રાષ્‍ટ્રવ્‍યાપી ઉજવણી અનિવાર્ય હોવાનું જણાવ્‍યું હતું.

મંત્રી શ્રી પટેલે કરમસદ ખાતેના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે આવી પહોંચીને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી આદરાંજલિ આપી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની ઉપસ્‍થિતિમાં અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ સહિત ઉપસ્‍થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, જિલ્‍લા પોલિસ અધિક્ષક શ્રી અજીત રાજયન,  જિલ્‍લા અગ્રણી શ્રી વિપુલાભાઇ પટેલ અને રાજેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્‍ય શ્રી સંજયભાઇ પટેલ, કરમસદ નગરપાલિકાના પ્રમુખ શ્રી નિલેશભાઇ પટેલ સહિત કાઉન્‍સિલરો, અગ્રણી નાગરિકો સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓ, યુવકો અને યુવતીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આણંદ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં “સત્વ” સ્કીન ક્લિનીકનું ઉદ્‌ઘાટન યોજાયું…

Charotar Sandesh

નડિયાદ ડીવીઝનના પાંચ પોલીસ સ્ટેશનોના ગુનામાં ઝડપાયેલ ૩.૩૭ કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

Charotar Sandesh

ધોરણ ૧૦ : આણંદ જિલ્લાનું પ૯.૮૧ અને ખેડાનું પ૭.૩૭ ટકા પરિણામ જાહેર

Charotar Sandesh