Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલ પર ખતરો ખેલાડીઓ બાદ હવે એમ્પાયર પણ છોડી રહ્યા છે ટુર્નામેન્ટ…

ન્યુ દિલ્હી : ભારતના ટોચના એમ્પાયર નિતિન મેનન અને ઓસ્ટ્રેલિયાના પોલ રાઇફલ ખાનગી કારણોસર IPLથી હટી ગયા છે. કહેવાય છે કે ઇન્દોરમાં રહેતા મેનનના પત્ની અને માતા કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યા છે અને આથી તેમણે આઇપીએલના સિક્યોર બાયો-બબલમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો.
મેનન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના એમ્પાયરોની એલીટ પેનલમાં સામેલ એકમાત્ર ભારતીય છે. તેમની ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે તાજેતરમાં યોજાયેલ ટેસ્ટ મેચ દરમ્યાન સારા એમ્પાયરિંગના ખૂબ વખાણ થયા હતા.
બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું કે હા નિતિન આઇપીએલમાંથી હટી ગયા છે કારણ કે તેમના પરિવારના સભ્ય કોવિડ-૧૯થી સંક્રમિત છે. તેઓ હાલ મેચોનું સંચાલન કરવાની સ્થિતિમાં નથી.
રાઇફલે ભારતમાં કોવિડ-૧૯ના વધતા કેસોને જોતા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પ્રતિબંધ લાગવાના લીધે આઇપીએલમાંથી હટવાનો નિર્ણય કર્યો.
મેનન ટુર્નામેન્ટમાંથી હટનાર બીજા ભારતીય છે. આની પહેલાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ પરિવારના સભ્યો સંક્રમિત થયા બાદ ઘરે પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના અંડ્રયૂ ટાઇ, કેન રિચર્ડસન અને એડમ જંપા ભારતમાં સ્વાસ્થય સંકટને જોતા આઇપીએલ અધવચ્ચે છોડીને સ્વદેશ પાછા ફર્યા.
બીસીસીઆઇએ જો કે આશ્વાસન આપ્યું કે ખેલાડી અને સહયોગી સ્ટાફ બાયો બબલના સુરક્ષિત વાતાવરણમાં છે. બીસીસીઆઇ મેનન અને રાઇફલની જગ્યાએ પોતાના એમ્પાયર પુલમાંથી નવા એમ્પાયરની નિમણૂક કરી શકે છે.

Related posts

ચેપોકમાં અશ્વિનનો તરખાટ : ઇંગ્લેન્ડ ૧૩૪ રનમાં સમેટાયું…

Charotar Sandesh

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં દસ વર્ષ પૂરા કરવા બદલ ચેતેશ્વર પૂજારાએ સમર્થકોનો માન્યો આભાર…

Charotar Sandesh

સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી મળી રજા, કહ્યું-ટૂંક સમયમાં પરત ફરશે…

Charotar Sandesh