Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલ : કિંગ્સ ઇલેવન પંજાબે નામ બદલીને પંજાબ કિંગ્સ ટીમ કર્યું…

મુંબઇ : ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝનનું આયોજન એપ્રિલ-મેમાં થશે. કિંગ્સ ઈલેવન પંજાબ એ જૂજ ટીમોમાંની એક છે, જે અત્યારસુધીમાં એકપણ ખિતાબ પોતાના નામે કરી શકી નથી, પરંતુ ૧૪મી સીઝન અગાઉ ટીમે એક મોટો ફેરફાર કર્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબે પોતાનું નામ બદલ્યું છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સેશનમાં એ પંજાબ કિંગ્સ ટીમ તરીકે ઓળખાશે.
કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલની એ આઠ ટીમમાંની એક છે, જે યુએઈમાં છેલ્લા સેશનમાં રમી હતી. બીસીસીઆઈની એક સૂત્રના અનુસાર, ‘ટીમ લાંબા સમયથી નામ બદલવાનું વિચારી રહી હતી અને લાગ્યું કે આ આઈપીએલ અગાઉ જ એ કામ કરવું યોગ્ય રહેશે. આ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી.’
મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિંટા અને કરણ પૉલની ટીમ અત્યારસુધી એકવાર પણ આઈપીએલ જીતી શકી નથી. ટીમ એકવાર રનર-અપ રહી અને એકવાર ત્રીજા સ્થાને રહી.
પંજાબ કિંગ્સે પોતાનું નામ હરાજી અગાઉ જ બદલ્યું છે. ૧૮ ફેબ્રુઆરીએ ઈન્ડિયન પ્રીમિયર લીગના ૧૪મી સીઝન માટે હરાજીની પ્રક્રિયાનું આયોજન થશે. ગત સીઝન પછી પંજાબની ટીમે મેક્સવેલ સહિત અનેક મોટા ખેલાડીઓને રિલીઝ કર્યા.

Related posts

કેપ્ટને હંમેશાં શાંત રહેવું જોઈએ, ઉગ્ર નહીં : સલમાન બટ

Charotar Sandesh

સંજુ સેમસનનો કેચ જોઇને સચિન બોલી ઉઠ્યો, ૧૯૯૨ના વર્લ્ડ કપની યાદ આવી ગઈ

Charotar Sandesh

બીસીસીઆઈએ જનરલ મેનેજરના પદ માટે મંગાવી અરજીઓ…

Charotar Sandesh