Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલમાં વીવો કંપની પોતાના રાઇટ્‌સને ટ્રાન્સફર કરે તેવી શક્યતા…

મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ની કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે, અને કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ભારતમાં ૧૧ એપ્રિલથી ક્રિકેટની સૌથી મોટી લીગનો પ્રારંભ થઇ જશે. આની સાથે ૧૮ ફેબ્રુઆરીએ ઓક્શન પણ થવાની છે, જેમાં ૧૦૯૭ ખેલાડીઓ પર બોલી લાગવાની છે. જોકે હજુ સુધી આઇપીએલની પાસે કોઇ ઓફિશિયલ સ્પૉન્સરશીપ નથી. પહેલા મોબાઇલ કંપની વીવોનો કરાર બીસીસીઆઇ સાથે થયો હતો, પરંતુ ગયા વર્ષે ભારત અને ચીન વચ્ચેના તણાવ બાદ આ કરાર બીસીસીઆઇએ તોડી નાંખ્યો હતો, અને ભારતીય કંપની ડ્રીમ ૧૧ને સ્પૉન્સરશીપ આપી દીધી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે વીવો કંપની પોતાના રાઇટ્‌સને ટ્રાન્સફર કરી શકે છે, અને આ રેસમાં ડ્રીમ ૧૧ અને અનએકેડમી સૌથી આગળ છે. આ બન્ને ભારતીય કંપનીઓ છે. ડ્રીમ ઇલેવન ભારતીય ફેન્ટસી સ્પૉટ્‌ર્સ કંપની છે, જ્યારે અનએકેડમી ભારતીય ઓનલાઇન એજ્યૂકેશન ટેકનોલૉજી કંપની છે. આ બન્ને કંપનીઓ આ રેસમાં સૌથી આગળ છે, એટલે માની શકાય કે આઇપીએલ ૨૦૨૧માં આ બેમાંથી એક સ્પૉન્સર બની શકે છે.
ઉલ્લેખનીય છે કે ડ્રીમ ૧૧ આઇપીએલ ૨૦૨૦ની મુખ્ય સ્પૉન્સર હતી, જેને ૨૨૦ કરોડ રૂપિયામાં રાઇટ્‌સ ખરીદ્યા હતા, જ્યારે વીવોનો દરવર્ષનો ૪૪૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. રિપોટ્‌ર્સ પ્રમાણે વીવોનો આઇપીએલનો સ્પૉન્સરશીપ કરાર એકબીજાની સહમતીથી ખતમ થવા જઇ રહ્યો છે.

Related posts

ફ્રેન્ચ ઓપન : જોકોવિચ સતત ૧૧મા વર્ષે ચોથા રાઉન્ડમાં…

Charotar Sandesh

સ્મથ અને વાર્નરનાં આવવાથી આૅસ્ટ્રેલિયા ટીમને મજબૂતી મળીઃ બ્રેટલી

Charotar Sandesh

યુવરાજસિંહ વિરુદ્ધ હરિયાણામાં નોંધાઈ ફરિયાદ, થઇ શકે છે ધરપકડ…

Charotar Sandesh