Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલમાંથી નામ પાછુ ખેંચ્યા પછી ઘરે ન જઇ શક્યા અમ્પાયર પોલ રાઇફલ…

મુંબઇ : ઓસ્ટ્રેલિયન અમ્પાયર પોલ રાઇફલે કેટલાક દિવસો પહેલા અંગત કારણો જણાવીને આઈપીએલ ૨૦૨૧થી હટી જવાનો નિર્ણય લીધો હતો જો કે ઓસ્ટ્રેલિયન અમ્પાયર ભારતથી પરત ફરી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયન મીડિયા અહેવાલો અનુસાર હવે આઈપીએલની બાકીની મેચોમાં રાઇફલ અમ્પાયરિંગ કરશે અને ટૂર્નામેન્ટ પૂરી થયા પછી જ દેશમાં પરત ફરશે. રાઇફલની સાથે ભારતીય અમ્પાયર નીતિન મેનને પણ ટૂર્નામેન્ટમાંથી પીછે હઠ કરવાનો નિર્ણય લીધો હતો.
મેનનના માતા અને પત્ની કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેનન તેની સંભાળ લેવા અને ઈન્દોરના પોતાના ઘરે પાછા ફરવા માટે ટૂર્નામેન્ટમાંથી નીકળી ગયો છે. રાઇફલે અમદાવાદની હોટલમાંથી સિડની મોર્નિંગ હેરાલ્ડને કહ્યું કે તેણે પોતાનો સામાન તૈયાર કર્યો હતો અને દોહાથી સિડની જઇ રહ્યો હતો તેની ફ્લાઇટ ટિકિટ પણ બુક કરાઈ હતી.
જો કે ત્યારે જ ખબર પડી કે તે આ રીતે બહારના દેશમાં મુસાફરી કરી શકશે નહી. તેમણે ભારતમાંથી બહાર નીકળવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. પણ દોહાથી ફ્લાઇટ પકડી શક્યો નહીં. કેટલાક લોકો આજ રસ્તા પરથી ઘરે પરત ફર્યા હતા. પરંતુ અમ્પાયર પહોંચે તે પહેલા બંધ થઈ ગઈ હતી. તેથી હવે તેમને ભારતમાં રોકાવું પડ્યું.રાઇફલ અમ્પાયર્સની એલીટ પેનલમાં શામેલ છે
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર રાયફલ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ના અમ્પાયર એલીટ પેનલના સભ્ય છે અને હાલમાં આઈપીએલમાં અમ્પાયરિંગ કરી રહ્યા છે. રાઇફલે ગુરુવારે કહ્યું હતું કે હું ૧૦ મિનિટમાં આઈપીએલનો બાયો-બબલ છોડવા જઇ રહ્યો છું. પરંતુ માત્ર ત્યારે જ તે બહાર આવ્યું છે કે મુસાફરીના નિયંત્રણોને કારણે હું દોહા થઈને ઓસ્ટ્રેલિયા પાછા જઇ શકીશ નહીં. ઓસ્ટ્રેલિયન સરકાર ૧૫ મે સુધી ભારતથી આવતી તમામ પ્રકારની ફ્લાઇટ્‌સ પર પ્રતિબંધ મુક્યો છે.
જો રાઈફલ તેની મુસાફરીની યોજનાઓમાં પરિવર્તનની જાણ કરતા પહેલા બાયો-બબલ છોડી દેત, તો તે વચમાં અટવાઇ ગયો હોત. પછી આઈપીએલની બાકીની મેચોમાં અમ્પાયરિંગ કરતા પહેલા તેને પ્રોટોકોલ હેઠળ કેટલાક દિવસો માટે આઇસોલેશનમાં રહેવું પડ્યું હોત.

Related posts

T20 World Cup : ઇગ્લેંડે શ્રીલંકાને ૪ વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં બનાવી જગ્યા

Charotar Sandesh

કતાર ફિફા વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસડર આદિલનો ટેસ્ટ પોઝિટિવ…

Charotar Sandesh

કુમ્બલેની કેપ્ટન્સીમાં મને ક્યારે મારા સ્થાનની ચિંતા થઈ નહતીઃ ગૌતમ ગંભીર

Charotar Sandesh