Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં માત્ર એક જ ડોઝથી અસરદાર કોરોનાની રસીને મંજૂરી…

જોનસન એન્ડ જોનસનની વેક્સિનના ઈમરજન્સી યુઝની મંજૂરી…

USA : મોર્ડન અને પિત્ઝર બાદ અમેરિકામાં ત્રીજી કોરોનાવાયરસ રસીને મંજૂરી મળી ગઇ છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને શનિવારના રોજ જોન્સન એન્ડ જોન્સનની રસીને મંજૂરી આપી દીધી છે. જેએન્ડજેની રસી બે ડોઝની જગ્યાએ એક જ ડોઝથી અસરદાર છે. અમેરિકામાં જ્યારે ૫ લાખથી વધુ લોકોના મોત કોરોના વાયરસના લીધે થઇ ચૂકયા છે ત્યારે વેક્સીનેશનને ઝડપી કરવા માટે આવી રસીની કાગડોળે રાહ જોવાય રહી હતી, જેનો એક જ ડોઝ પૂરતો હોય.
એફડીએની પેનલે એકમતથી વેક્સીનને ક્લિયર કરી અને કહ્યું કે ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત અને મોતની આશંકાને ઘટાડવામાં રસી અસરદાર જણાઇ છે. તેનાથી શરીરમાં સુરક્ષા પેદા થાય છે. ત્રીજી રસી મળવાથી વેક્સીનેશનલ પ્રોગ્રામમાં તેજીની આશા વધી ગઇ છે. કહેવાય છે કે હવે દેશમાં દરેક વયસ્કને વેક્સીનેટ કરી શકાશે.
જેએન્ડજેની વેક્સીનનું પરીક્ષણ ત્રણ મહાદ્વીપોમાં કરાયું હતું. અમેરિકામાં ગંભીર બીમારીની વિરૂદ્ધ ૮૫.૯ ટકા, દક્ષિણ આફ્રિકામાં ૮૧.૭ ટકા અને બ્રાઝીલમાં ૮૭.૬ ટકા સુરક્ષા મળી. ખાસ વાત એ છે કે આ દેશોમાં વાયરસના નવા વર્ઝન જોવા મળ્યા છે જે ચિંતાનું કારણ બન્યું છે. આ વર્ઝન પહેલાંની સરખામણીમાં વધુ સંક્રમક છે. પરીક્ષણમાં માત્ર ૨.૩ ટકા ગંભીર સાઇડ ઇફેકટ જોવા મળી. તેના માટે અડેનોવાયરસની મદદથી પ્રોટીનને શરીરમાં પહોંચાડાય છે આથી ઇમ્યુન રિસ્પોન્સ પેદા થાય છે.
અત્યાર સુધીની આકરણી પ્રમાણે જૂનના અંત સુધીમાં ૧૦ કરોડ ડોઝ ઉપલબ્ધ થઇ શકે છે પરંતુ જેએન્ડજેએ માન્યું છે કે આ મહિનાની શરૂઆતમાં ૩૦ થી ૪૦ લાખ ડોઝ તાત્કાલિક ઉપલબ્ધ થઇ શકે છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને એફડીએની મંજૂરીને અમેરિકા માટે ઉત્સાહજનક સમાચાર ગણાવ્યા છે.

  • Naren Patel

Related posts

કેનેડામાં જાહેરમાં ચાકુથી હુમલા બાદ નાસભાગઃ બેના મોત, પાંચ લોકો ઘાયલ…

Charotar Sandesh

યુ.એસ.માં શ્રી શકિત મંદિર, જયોર્જીયા મુકામે નવરાત્રિ ઉત્સવ ઉજવાશે…

Charotar Sandesh

કોરોના બેકાબૂ : અમેરિકામાં ૨૪ કલાકમાં ૧૫૧૪ લોકોના મોત…

Charotar Sandesh