Charotar Sandesh
સ્પોર્ટ્સ

અમદાવાદમાં ભારતીય ઓફ-સ્પિનરે બનાવ્યો મેજર રેકોર્ડ : ૪૦૦ વિકેટ લેનાર વર્લ્ડનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો…

ભારતીય ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમ ખાતેની ત્રીજી ટેસ્ટમાં જોફરા આર્ચરને આઉટ કરીને કરિયર ૪૦૦મી વિકેટ લીધી છે. અશ્વિને પોતાની ૭૭મી ટેસ્ટમાં ૪૦૦ વિકેટ પૂરી કરી છે. તે આ સિદ્ધિ મેળવનાર વર્લ્ડનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો છે. શ્રીલંકાનો મુથૈયા મુરલીધરને ૭૨ ટેસ્ટમાં ૪૦૦ વિકેટ પૂરી કરી હતી અને આ સૂચિમાં પ્રથમ સ્થાને છે.
અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત ઇંગ્લેન્ડના ઓપનર એલિસ્ટર કુક અને બેન સ્ટોક્સને આઉટ કર્યા છે. અશ્વિને બંનેને ૧૦-૧૦ વાર પેવેલિયન ભેગા કર્યા છે. તે ઉપરાંત અશ્વિન વર્લ્ડનો એકમાત્ર બોલર છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦ ડાબોડી બેટ્‌સમેનને આઉટ કર્યા છે.

Related posts

ફોટો શેર કરી હાર્દિકે કહ્યું-દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમમાં હોવું કોઇ સપના જેવું લાગે છે…

Charotar Sandesh

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફક્ત ટેસ્ટ સિરીઝમાં રમે તેવી શક્યતા…

Charotar Sandesh

ભારતે બીજી વન-ડેમાં વિન્ડીઝને ૫૩ રને હરાવ્યું, સીરિઝમાં ૧-૧ની બરોબરી…

Charotar Sandesh