૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો લહેરાતાં નડિયાદમાં આતશબાજી સાથે ભવ્ય ઉજવણી…

18

નડિયાદ : ગુજરાતમા યોજાયેલ ૬ મહાનગરપાલિકાની ચૂંટણીનુ પરિણામ જાહેર થઈ ચૂકયુ છે. જેમા ભાજપનો ભગવો લહેરાયો છે. મહા નગરપાલિકામા ભાજપે બહુમતી મેળવી છે.

જેને લઈ આજે ખેડા જીલ્લા ભાજપ ધ્વારા કઠલાલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અર્જુનસિંહજી ચૌહાણની આગેવાનીમાં તથા નડિયાદ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જ્હાનવી બેન વ્યાસ તથા જિલ્લા મહામંત્રી વિપુલભાઈ પટેલની આગેવાનીમાં સંતરામટાવર પાસે આતશબાજી કરાઈ હતી.

આ પ્રસંગે નડિયાદ શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી તથા નગરપાલિકાની ચૂંટણીના ભાજપના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને ભાજપની ભવ્યજીતને વધાવી હતી. સાથેજ નડિયાદ નગરપાલિકામા પણ ભાજપ ભવ્યજીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામા આવ્યો હતો..