૫ વર્ષમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની ટીકા અને વાતો જ કરી છે : માધવસિંહ સોલંકી

આણંદ,બોરસદ ખાતે મતદાન કર્યા બાદ પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે, પાંચ વર્ષના સાશનમાં નરેન્દ્ર મોદીએ માત્ર કોંગ્રેસની ટીકાઓ અને વાતો જ કરી છે. ભંડોળ અને સત્તા હોવા છતાં પણ પ્રજાને ગેરમાર્ગે દોરીને નક્કર કોઈ કામગીરી કરી જ નથી. જેને પ્રજા સારી રીતે સમજે છે. ટીવી અને છાપાઓમાં જુઠી વાતોનો પ્રચાર કરીને છવાયેલા રહેવા સિવાય બીજુ કાંઈ કર્યુ જ નથી. વિદેશમાં ભારતનો ડંકો વાગે છે તેવી વાતો તેમના જ મળતિયાઓ દ્વારા ફેલાવામાં આવી રહી છે. હકિકતમાં દુનિયાના દેશો બધુ સમજે છે અને દુનિયામાં ભારતનું સ્થાન આગવું છે અને રહેશે જ. મારા પુત્ર ભરતસિંહ સાથે મારે રાજકીય બાબતે છેલ્લા વીસ વર્ષથી કોઈ જ ચર્ચા થતી નથી. પરિવાર અને મિત્રોની જ વાતોની ચર્ચા કરવામાં આવે છે. જા કે તેમનો પુત્ર ભરતસિંહ જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો.