૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી આણંદ દ્વારા કમ્બાઈન વાર્ષિક તાલીમ શિબિરની પૂર્ણાહુતિ…

35

આણંદ : તા.૨૨ થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧સુધી બટાલિયન કમાંડર કર્નલ ઋષિ ખોસલા નાં નેતૃત્વ હેઠળ કોવિડ-૧૯ ની સરકારની ગાઈડલાઈન ને ધ્યાન માં રાખીને એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ તા.૨૨ મી ફેબ્રુઆરી ૨૦૨૧ નાં રોજ સવારે શરૂ કરાયો, જેમાં ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. સંલગ્ન વિવિધ કોલેજ નાં ૧૦૦ ગર્લ્સ કેડેટ ” દો ગજ કી દૂરી,સાથે માસ્ક ઔર સેનીટાઈઝર અતિ જરૂરી” ગાઈડ લાઈન ને અનુસરીને કેમ્પ માં દાખલ થયા હતા. ચાલુ વર્ષે કોરોના ની મહામારી ને લીધે કોઈ પણ કેમ્પ નું આયોજન થયેલ ન હતું પણ “સી પ્રમાણપત્ર પરીક્ષા ” માટે જરૂરી વાર્ષિક તાલીમ શિબિર નું આયોજન કરાયું. જેમાં કેડેટો એ અગ્રસર રહીને પોતાનાં વાલી ની સંમતિ લઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ શિબિર માં સિવિલ હોસ્પિટલ, પેટલાદ નાં સિવિલ સર્જન ની ટીમ દ્વારા દરેક કેડેટ તથા હાજર દરેક સ્ટાફ નો રેપિડ કોવિડ ટેસ્ટ કર્યો હતો જે નેગેટિવ રિપોર્ટ હતો.આ કેમ્પ માં કેમ્પ કમાન્ડન્ટ શ્રી નાં માર્ગદર્શન થી એન.સી.સી. ની “સી” પ્રમાણપત્ર પરીક્ષા માટે વિવિધ વિષય જેવા કે પરેડ, નકશા અધ્યયન, ફિલ્ડ ક્રાફટ, બેટલ ક્રાફટ, માહિતી સંચાર, વીરતા પુરસ્કાર વિજેતા ઓ ની સ્ટોરી,મિલેટરી ઈતિહાસ,સામાજિક સેવા, વ્યક્તિત્વ વિકાસ અને જીવન કૌશલ્ય,રાષ્ટ્રીય સુરક્ષા, સાયબર સિક્યોરિટી,કુદરતી આપત્તિ વ્યવસ્થાપન, હથિયાર પ્રશિક્ષણ,રાયફલ સાથે પરેડ જેવા વિષયો ની ઓફ્લાઈન તૈયારી કરવવા માં આવી.આ કેમ્પ માં ભાગ લઈને કેડેટ “સી” પ્રમાણપત્ર પરીક્ષા ની તૈયારી કર્યા પછી આર્મી ઓફિસર,પોલીસ ઓફિસર તેમજ સિવિલ સર્વિસ ની પરીક્ષા માં પસંદગી પ્રક્રિયા માં તો આગળ વધશે જ સાથે તેમાં બોનસ પોઈન્ટ નાં પણ હકકદાર બનશે.તદ ઉપરાંત કેડેટ જીવન નાં પ્રત્યેક ક્ષેત્ર માં સફળ થઈ એક આદર્શ નાગરિક તરીકે સેવારત થવાનો આદર્શ ગુણ કેળવી સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, નેતૃત્વ વિકાસ વ્યક્તિત્વ વિકાસ જેવાં ગુણો થી એન.સી.સી.ની એક અલગ પ્રકારે ઓળખાણ આપી રહ્યાં છે.

કેમ્પ ની પૂર્ણાહુતિ માં એન.એસ.પટેલ આર્ટ્સ કોલેજ નાં પ્રાચાર્ય શ્રી મોહનભાઈ પટેલ દ્વારા કેડેટ ને કેમ્પ સર્ટિફિકેટ પ્રદાન કરાયા તથા કેડેટ દ્વારા કેમ્પ નો અનુભવ રજુ કરવામાં આવ્યો.