લોકસભાની ચુંટણીનાં પાંચ ચરણ પૂર્ણ થઇ ગયા છે મહાગઠબંધન પોતાની પૂરી તાકાત લગાવીને ચુંટણી પ્રચાર કરી રÌš છે. રોજ અલગ-અલગ પક્ષ પીએમ મોદી પર કોઇને કોઇ આરોપ મુકી છે ત્યારે હવે બિહારનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવનું એક નિવેદન સામે આવ્યુ છે. જેમા તે કહે છે કે, જે રીતે ડાયનાસોર લુપ્ત થઇ ગયા હતા તે રીતે ૨૩ મે બાદ આ લોકો પણ ગાયબ થઇ જશે.
બિહારમાં મહાગઠબંધન કરી બીજેપી-એનડીએને પડકાર આપનાર પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે મંગળવારે એકવાર ફરી બીજેપી અને જેડીયુ પર નિશાનો સાધ્યો છે. તેજસ્વી યાદવે કે, હવે બીજેપીનાં લોકો પણ હાર માનવા લાગ્યા છે. આ લોકો ૨૩ મે ના રોજ ડાયનોસોરની જેમ ગાયબ થવાના છે. આરજેડી નેતા તેજસ્વીએ રામ માધવનાં નિવેદનનો ઉલ્લેખ કરતા કે, હવે તે પણ માનવા લાગ્યા છે કે બહુમત મળી શકશે નહી અને તે સહયોગ વિના સરકાર બનાવી શકશે નહી. તેમણે કે, હવે બીજેપીનાં લોકો કહે છે કે, મહામિલાવટી ગઠબંધન છે, તો શું બીજેપીનાં લોકો ચુંટણી બાદ કોઇનો પણ સહયોગ નહી લે, તમે જાઇ શકશો કે તેમની કથનિ અને કરનીમાં કેટલો અંતર છે.
તેજસ્વી યાદવે બીજેપી સાથે બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ આડેહાથ લેતા કે, ૨૩ તારીખે ભૂકંપ આવશે, તમે જાઇ શકશો કે કોઇ ઠીક નહી હોય. બિહારની ચુંટણી કેટલા મહિનામાં થઇ જાય કોઇ નક્કી નહી. ૨૩ મે બાદ નીતિશ કુમાર રાજીનામું આપી દેશ અને ત્યારબાદ જેડીયુ અને બીજેપીની લડાઇ થવાનું નક્કી છે.