૨૦૧૯ વર્લ્ડકપ ૩૦ મેથી ૧૪ જુલાઇ સુધી ઇંગ્લેન્ડમાં રમાશે વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાતઃ કાર્તિક ઇન,પંત આઉટ ટીમમાં ત્રણ ઓલરાઉન્ડ,ત્રણ ફાસ્ટ બોલર,ત્રણ Âસ્પનરોનો સમાવેશ,અંબાતી રાયડુનું પણ પત્તુ કપાયુ,લોકેશ રાહુલને મળ્યું સ્થાન

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આવતી ૩૦ મેથી ૧૪ જુલાઈ સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ૧૫-સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ત્રણ ફાસ્ટ બોલર અને ત્રણ Âસ્પનરો સાથે વિશ્વ કપમાં જશે. વિજય શંકર અને હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે અંબાતી રાયડૂ અને રિષભ પંતનું પત્તનું કપાયું છે. પંતના સ્થાને દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન મળ્યું છે.
આ સાથે વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં ૩ ગુજરાતના ખેલાડીઓને પણ તક મળી છે. રવિન્દ્ર જાહેજા, હાર્દિક પંડયા અને જસપ્રીત બુમરાહની વર્લ્ડ કપમાં ભારત ક્રિકેટ ટીમ માટે પસંદગી કરવામાં આવી છે.
એમએસકે પ્રસાદે જણાવ્યું કે, ટીમને એક નિષ્ણાંત વિકેટકીપરની જરૂર છે. તેવામાં અમે રિષભ પંત અને દિનેશ કાર્તિકની ચર્ચા કરી હતી અંતે દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, રિષભ પંત એક આક્રમક બેટ્‌સમેન છે, પરંતુ તે સારી શરૂઆત કર્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દે છે. તે મેચ ફિનિશ કરવામાં અસફળ રહ્યો છે. આ વાત તેની વિરુદ્ધ ગઈ છે. ત્યારે દિનેશ કાર્તિક પાસે પંત કરતા સારો અનુભવ છે. તે ચોથા સ્થાને બેટિંગ પણ કરી શકે છે. આથી પસંદગી સમિતિએ તેના પર વિશ્વાસ મુક્્યો છે.
ભારતે પહેલી વાર ૧૯૮૩માં કપિલ દેવની કેપ્ટનશિપમાં વિશ્વકપ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે બીજી વાર ૨૦૧૧માં પોતાની મેજબાનીમાં આ પુરસ્કાર પોતાને નામ કર્યો હતો.
ભારતીય ટીમે વર્લ્ડ કપ શરૂ થયા પહેલા બે પ્રેકટીસ મેચ રમવાની છે. જ્યારે આ મેચ ૨૫મી મે એ ન્યૂઝીલેન્ડ અને ૨૮ મે એ બાંગ્લાદેશની સામે રમવાની છે.જ્યારે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ૫ મી જૂનના રોજ પહેલી મેચ રમવાની છે.

આ ૭ ખેલાડીઓ પહેલા વિશ્વ કપમાં રમી ચુક્્યા છે
વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, એમએસ ધોની, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા.

આ ૮ ખેલાડીઓ પ્રથમ વખત રમશે વિશ્વ કપ
કેએલ રાહુલ, વિજય શંકર, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ.