૧ વર્ષની બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી, દુષ્કર્મની આશંકા

ભરૂચમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે આવ્યો છે. ભરૂચ ખાતે ઘણા દિવસથી એક ગુમ બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે. બાળકીના ગુપ્તાંગ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ સાથે મળેલી બાળકી પોલીસ માટે એક કોયડો સમાન છે.
બાળકીની હાલની દશા જાઇને પોલીસને પણ લાગી  છે કે, તેની સાથે કંઇક ખોટું થયું છે. આ ઘટના આજના સભ્ય સમાજને શરમાવે તેવી છે, કારણ કે, જે બાળકીને દુનિયાદારીની પણ ખબર નથી, તેની સાથે આટલી હદે બર્બરતા આચરવી કેટલી વ્યાજબી છે. હાલ તો બાળકીની ગંભીર હાલતના કારણે તેને તાત્કાલિક હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડી દીધી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, દહેજના સુવા ગામે એક વર્ષની બાળકી ગુમ થઈ હતી. જે બાળકી આજરોજ મળી આવી હતી. બાળકીના ગુપ્તાંગ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ જાવા મળી છે, તેના આધારે પોલીસને બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. ભરૂચ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે વડોદરા હોસ્પટલમાં ખસેડાઇ છે