૧ કરોડના હીરા ચોરનાર ચોર આખરે પકડાયો

સુરતના વરાછાના કમલા એસ્ટેટમાં આવેલા જે. મહેશ એન્ડ કંપનીમાં કામ કરતા સ્ટોક મેનેજરે રૂ.૧ કરોડથી વધુની કિંમતના હીરા તા.૨૫મી એપ્રિલે ચોરી લીધા હતા. જેને પોલીસે તેના મૂળ વતન નજીક આવેલા ગામથી રૂ.૧ કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે.
વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ ૨૫ એપ્રિલના રોજ રાત્રિના ૯ વાગ્યાની આસપાસ વરાછાની જે. મહેશ એન્ડ કંપનીના સ્ટોક મેનેજર ચીમનારામ થોરી કંપનીમાંથી રૂ.૧,૦૦,૮૫,૮૮૦ કરોડના હીરા ચોરી ભાગી ગયો હતો. કંપનીમાં કામ કરતો આ સ્ટોક મેનેજર મૂળ રાજસ્થાનના બાડમેરા જિલ્લાના બાંડ ગામનો હતો. વરાછા પોલીસમાં ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ચીમનારામને શોધવા ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવા આવી હતી, જેમાં ચીમનારામ રાજસ્થાનમાં પોતાના ગામ ગુડામાલાનીણી પાસેથી વહેલી પરોઢે વરાછા પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી રૂ.૧,૦૦,૮૫,૮૮૦ની કિંમતનો સંપૂર્ણ મુદ્દામાલ પણ કબજે લીધો હતો તેવુ સુરત શહેરના એ-ડિવીઝનના એસીપી સી.કે.પટેલે જણાવ્યું.