૧૫૦ કિલોનાં મૃતદેહ નીચે ઉતારતા ફાયર બ્રિગેડને નાકે દમ આવી ગયો

સુરતના નાનપુરા કેશવમ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા રાજવિન્દર સિંગનું સોમવારે મૃત્યુ નિપજ્યું હતું. ૪૮ વર્ષીય રાજવિન્દર સિંગ ૧૫૦ કિલો જેટલુ ભારેભરમખ શરીર ધરાવતા હતા. મકાન ત્રીજા માળે હોવાથી તથા મકાનની સીડીઓ પણ સાંકડી હોવાથી ૧૫૦ કિલોના મૃતદેહને નીચે ઉતારતા નાકે દમ આવી ગયો હતો. આ માટે પરિવારને એવુ લાગ્યું કે, તેમના માટે આ કામ અશક્્ય છે, તો તેમણે ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવી હતી. ગઈકાલે નાનપુરા વિસ્તારમાં ભારેભરખમ મૃતદેહને ઉતારવાની કામગીરી જાવા અનેક લોકો એકઠા થયા હતા, તો આ ઘટના સુરતીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
કુદરતી આફત તથા આગ, રેસ્ક્્યૂ જેવી ઘટનાઓમાં ફાયર બ્રિગેડની ટીમ હંમેશા લોકોની મદદ માટે પહોંચતી હોય છે. ત્યારે આ ટીમ સિંગ પરિવારની મદદે પણ તરત દોડી આવી હતી. રાજવિન્દર સિંગનુ મૃત્યુ બપોરે થયુ હતું. જેના બાદ દોઢ ફૂટનો સાંકડા દાદરથી મૃતદેહ ઉતારવો અશક્્ય છે તેવુ પારખી ગયેલી ફાયર બ્રિગેડની ટીમે ક્રેઈનની મદદથી મૃતદેહ ઉતારવાનું નક્કી કર્યું. પરંતુ નાનપુરા વિસ્તારની આ ગલીઓ પણ એટલી સાંકડી હતી કે, ક્રેઈન એપાર્ટમેન્ટ સુધી પહોંચી શકે તેમ ન હતી. અંતે રાજવિન્દર સિંગના મૃતદેહને દાદરમાંથી ઉતારવા સિવાય બીજા કોઈ રસ્તો ન હતો. એક મૃતદેહને ઉંચકવા ૭ થી ૮ જવાનો કામે લાગ્યા હતા, જેમણે કાપડમાં તેને મૂકીને દાદર પરથી મહામહેનતે નીચે ઉતાર્યો હતો.
મહાકાય મૃતદેહને નીચે ઉતાર્યા બાદ બીજુ ચેલેÂન્જંગ કામ તેને સ્મશાન સુધી લઈ જવાનુ હતું. તેથી ફાયર બ્રિગેડે સ્મશાન સુધી તે કામગીરી કરી હતી. આમ, ફાયરબ્રિગેડની પ્રશંસનીય કામગીરી આખા સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી.