૧૨ વીઘા જમીનના વિવાદ મામલે ઠાસરાના ધારાસભ્ય પર ૮ લોકોનો હુમલો…

નડીયાદ,
નડિયાદ સેશન્સ કોર્ટ નજીક ઠાસરાના ધારાસભ્ય(કોંગ્રેસ) કાંતિ પરમાર પર ૮ શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ સેશન્સ કોર્ટમાં ડાકોરની ૧૨ વીઘા જમીનના વિવાદ અંગે મુદ્દત હતી. ધારાસભ્ય કાંતિ પરમાર કોર્ટમાં હાજરી આપીને જતા હતા ત્યારે રસ્તામાં હુમલો ૮થી વધુ શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.
તેમજ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે ડ્રાઈવર અને વકીલને વધુ ઈજા થઈ છે. હુમલા બાદ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના કાંતિ પરમારનો ઠાસરા બેઠક પરથી ભાજપના રામસિંહ પરમાર સામે વિજય થયો હતો.